Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી ચાર લોકોના મોત

લખનૌ: ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાં ઝેરી શરાબ પીવાથી એક મહિલા સહિત ચાર વ્યક્તિઓના મોત નિપજયા છે ઘટના સંગ્રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના મનોહરપુર રામપુર ડાબીની છે જયાં ગત રાતે તબિયત ખરાબ થવાથી ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતાં જયાં સારવાર દરમિયાન આજે સવારે ચાર લોકોના મોત નિપજયા હતાં.

મૃતકોમાં એક મહિલા સામેલ છે જેનું નામ સુનીતા સરોજ છે તેની સાથે જ ગામના જ ત્રણ પુરૂષોના પણ મોત નિપજયા છે અન્ય મૃતકોમાં વિજયકુમાર ઉવ ૩૫ રામ પ્રસાદ ઉવ ૪૦ જવાહર લાલ ઉવ ૫૬નો સમાવેશ થાય છે. કહેવાય છે કે આ તમામ લોકોએ ગોપાલપુર પોલીસ સ્ટેશનના નવાબગંજ પ્રતાપગઢથી શરાબનો પાઉડર લઇ આવ્યા અને બધાએ બેસીને શરાબ પીધી હતી ત્યારબાદ ચારેયની તબિયત બગડી હતી

ત્યારબાદ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં આ ઘટના બાદ મૃતકોના પરિવારે ફરિયાદ દાખલ કરાવતા નવાબગંજ પોલીસ સ્ટેશનના વડા અને એક એસઆઇ અને કોન્સ્ટેબલને બરતરફ કરવામાં આવ્યા હતાં અને સમગ્ર મામલાની તપાસ માટે આઇજી રેંજ પ્રયાગરાજના કે પી સિંહ પહોંચી ગયા હતાં. સંગ્રામગઢ પોલીસ સ્ટેશનના વડા આશુતોષ ત્રિપાઠીએ મૃત્યુની પુષ્ટી કરતા તેની માહિતી ઉચ્ચાધિકારીઓને આપી દીધી છે મહિલા અને યુવકોએ કયાંથી શરાબ લીધી તે જાણી શકાયુ નથી પોલીસ પ્રભારીએ કહ્યું કે મોતોનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે જાે કે તેમણે કહ્યું કે ગામના લોકોનું કહેવુ છે કે ઝેરી દારૂ પીવાથી જ મોત નિપજયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.