ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ: વીજળી પડવાથી ૩૦ લોકોના મોત

લખનૌ, ઉત્તર પ્રદેશની જનતા વરસાદ સામે લડી રહી છે. યુપીમાં વાદળાઓ કહેર બનીને તૂટી પડ્યા હતા. રાજયમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધી ૩૦ લોકોના મોત નિપજયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારને ૪-૪ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ભારે વરસાદને કારણે કિસાનોમાં ચિંતા વ્યાપી ગઇ છે. વરસાદ અને કરા પડવાથી ઘઉ સરસો સહિત રવી પાકને ભાર નુકસાન થયું છે.
ઉત્તર પ્રદેશમાં વિેતેલા ૨૪ કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદની સાથે સાથે અહીં વિજળી પણ પડી હતી. પ્રશાસન તરફથી જાહેર કરાયેલા આંકડાઓ મુજબ વિજળી પડવાથી અત્યાર સુધીમાં ૩૦ લોકોના મોત થઈ ગયા છે.અવધ ક્ષેત્રમાં સૌથી વધુ આઠ મોત સીતાપુર જીલ્લામાં થયા છે. બારાબંકીમાં ત્રણ બહરાચઇમાં બે અને અયોધ્યામાં વૃ પડી જવાથી એક કિસાનનું મોત નિપજયું છે. બારાંબાકી અને જૌનપુરમાં ૩-૩, સોનભદ્રમાં વિજળીની ઝપટમાં આવતા બે લોકોના જીવ ગયા છે. ગોરખપુર ,વારાણસી , ચંદૌલી , સિદ્ધાર્થનગર , કાનપુર,બલરામપુરમાં પણ એક એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત પાંચ લોકોને ઇજા થઇ છે અને ૩૪ પશુહાનિ થઇ છે. બહરાઇચમાં સ્કુલેથી પાછા ફરી રહેલ બાળક પર વિજળીનો થાંભલો પડતા તેનું મોત નિપજયા હતાં. બહરાઇટમાં ૩૩.૧ જયારે લખમૌમાં ૧૨ મીમી વરસાદ થયો હતો.
નિષ્ણાંતોનું માનવામાં આવે તે લગભગ ૬૦ ટકા પાક પુરી રીતે બરબાદ થઇ ગયો છે.જીલ્લાકૃષિ અધિકારીએ જણાવ્યું હતું કે જેના પાકને નુકસાન થયું છે તે એડીઓ કૃષિ,જીલ્લા કૃષિ અધિકારી,ડેપ્યુટી ડાયરેકટર કૃષિ અને ક્ષેત્રના એસડીએમ અને બીડીઓને પણ તેની માહિતી આપી શકે છે. બીજીબાજુ હવામાન નિદેશક જે પી ગુપ્તાએ જણાવ્યું હતું કે લખનૌ સહિત અનેક જીલ્લામાં આગામી બે દિવસ વરસાદનો સીલસિલો ચાલુ રહેશે જયારે સોમવારથી આકાશ સાફ થશે પશ્ચિમી વિક્ષોભના કારણે એક અઠવાડીયામાં બીજીવાર પ્રકૃતિના મારને કારણે હજારો હેકટરમાં ઉભેલ પાક નષ્ટ થઇ ગયું.