Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશમાં મોહરમ પર જુલુસની મંજૂરી આપવામાં નહીં આવે

લખનૌ: ઉત્તરપ્રદેશ મોહરમ પર તાજીયા જુલુસને મંજૂરી આપવામાં આવશે નહી. યુપી પોલીસે આ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. કોરોના સંક્રમણને કારણે આ ર્નિણય લેવામાં આવ્યો છે. જિલ્લાઓના પોલીસ અધિક્ષકોને મોહરમ સંબંધિત સૂચનાઓ પણ આપવામાં આવી છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે ટ્રાફિકને કોઈ પણ સંજાેગોમાં અવરોધ ન કરવો જાેઈએ, તેમજ શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવશે . માર્ગદર્શિકા મુજબ મોટર વ્હીકલ એક્ટના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ દરમિયાન જાહેર સુવિધાઓ અને વીજળી, પીવાનું પાણી અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.

ડીજીપી એ પોલીસ અધિક્ષકોને ધાર્મિક નેતાઓ સાથે વાતચીત કરવા, તમામ મહત્વના સ્થળોની તપાસ કરવા, બીટ સ્તરે પરિસ્થિતિની સમીક્ષા કરવા અને વ્યવસ્થા કરવા સૂચના આપી છે. માર્ગદર્શિકા અનુસાર, સંવેદનશીલ કોમી વિસ્અતાર અને કન્ટેનમેન્ટ ઝોનમાં પૂરતી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવશે. આ દરમિયાન જાહેર સ્થળો, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના ધાર્મિક સ્થળો પર પણ ચેકિંગ કરવામાં આવશે.

સઘન તપાસ અને શોધ વ્યવસ્થા માટે શ્વાન ટીમ, એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની તૈનાતી સુનિશ્ચિત કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં બકરી ઇદમાં પણ કોરોનાની ગાઇડલાઇન મુજબ જ ઉજવણી કરાવવામાં આવી હતી , આ ઉપરાંત કાવડ યાત્રા પણ રદ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.