ઉત્તરપ્રદેશમાં લગ્ન સમારંભ માટે પ્રશાસનની મંજુરી અનિવાર્ય રહેશે નહીં
લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લગ્ન સમારોહોને લઇ સ્પષ્ટ નિર્દેસ આપ્યો છે તેમણે કહ્યું કે લગ્ન વિવાહ માટે પોલીસ કે પ્રશાસનિક મમંજુરીની કોઇ આવશ્યકતા નથી જાે કયાંથી પણ પોલીસના દુર્વ્યવહારની ફરિયાદ આવશે તો અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને જવાબદારી પણ નક્કી કરાશે.
તેમણે કહ્યું કે લગ્ન સમારંભનું આયોજન ફકત માહિતી આપી અને કોવિડ નિયમોનું પાલન કરતા કરી શકાશે સમારોહમાં સામેલ થનારા લોકોમાં બૈંડ બાજા અને અન્ય કામ કરનારા લોકો સામેલ નથી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને સ્પષ્ટ કહ્યું કે કોરોનાની આડમાં લોકોના ઉત્પીડન સહન કરી શકાશે નહીં અધિકારી લોકોને જાગૃત કરે અને ગાઇડલાઇનનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરે. તેમણે કહ્યું કે બૈંડ અને ડીજે વગાડવાથી રોકનારા અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પર કડક કાર્યવાહી થશે એ યાદ રહે કે ૨૩ નવેમ્બરે જારી કરવામાં આવેલ ગાઇડ લાઇનમાં લગ્ન વિવાહ ધર્મ કર્મ વગેરે સામૂહિક ગતિવિધિઓમાં લોકોની વધુમાં વધુ સંખ્યા નક્કી કરી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીના નિર્દેશાનુસાર કન્ટેનમેંટ જાેનની બહાર સમસ્ત સામાજિક શૈક્ષણિક ખેલ મનોરંજન સાંસ્કૃતિક ધાર્મિક રાજનીતિક કાર્યક્રમો અને અન્ય સામૂહિક ગતિવિઘીઓમાં એક સમયમાં કોઇ પણ બંધ સ્થાન જેવા હોલ કે રૂમની નિર્ધારિત ક્ષમતાના ૫૦ ટકા પરંતુ વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓ સુધી જ હાજર રહી શકશે.
કાર્યક્રમોમાં ફેસ મોસ્ક સોશલ ડિસ્ટેસિંગ થર્મલ સ્કેનિંગ અને સેનેટાઇઝર અને હૈંડવૈશની વ્યવસ્થા અનિવાર્ય હશે એટલું જ નહીં ખુલ્લા સ્થાન જેવા મેદાન વગેરે પર એવા સ્થાનોના ક્ષેત્રફળના ૪૦ ટકાથી ઓછી ક્ષમતા સુધી જ લોકોના હોવાની મંજુરી હશે જાે કે ગુરૂવારે જારી કરવામાં આવેલ નિર્દેશોમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કરી દીધુ છે કે સમારોહ માટે કોઇ પ્રશાસનિક મંજુરીની જરૂરત રહેશે નહીં.HS