ઉત્તરપ્રદેશમાં સગીરાને કંડકટરે હવસનો શિકાર બનાવી
લખનૌ, ઉત્તરપ્રદેશમાં ચાલુ બસે કંડકટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને પોલીસ પણ આરોપી કંડકટરની ધરપકડ કરી લીધી છે. જાેકે સમગ્ર મામલે હજુ એક આરોપી ફરાર છે.
ઉત્તરપ્રદેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને ઘણા સાવાલો ઉભા થતા હોય છે. ત્યારે વધુંમાં અહીયા ચાલુ બસે એક સગીરા સાથે બસના કંડકટરે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે.
જાેકે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હવસખોર આરોપીને ઝડપી પાડ્યો છે. જે સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. તે તેના માસી સાથે દિલ્હીથી બદરપુર બોર્ડર પાસેથી ફિરોજાબાદના શિકોહાબાદ જવા બેઠી હતી. સગીરા અને તેની માસી રાત્રીના ૧૧.૩૦ વાગ્યે બસમાં બેઠા હતા. જેમા તેઓ દિલ્હી બદરપુરથી ઓરૈયા જઈ રહ્યા હતા.
જ્યારે દિલ્હી બોર્ડરથી બસ નીકળી ત્યારે ટોલ પ્લાઝા પાર કર્યા પછી બસ ડ્રાઈવરે સગીરા સાથે છેડતી કરવાનું શરૂ કર્યું જેમા તેણે સગીરાનો હાથ પકડીને તેની સાથે છેડતી કરી હતી.
જ્યાકે સગીરાએ તેનો વિરોધ કર્યો તો કંડકટર તેને પાછળની સીટ પર લઈ ગયો જ્યા તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું બસ જ્યારે ફિરોજાબાદના શિકોહાબાદ પહોચી ત્યારે બસ ચાલકે કંડકટર અને સગીરાને બસમાંથી ઉતારી દીધા . જ્યારે તેમને ઉતારવામાં આવ્યા ત્યારે તેમણે હોબાળો કરીને ત્યાજ તેમના પરિવારજનોને બોલાવ્યા હતા. ભારે હોબાળો થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી અને તેમણે કંડકટરની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે સમગ્ર મામલે પોલીસે કંડકટરની ધરપકડ કર્યા બાદ ડૉગ સ્કોડ બોલાવીને તપાસ કરી હતી. સગીરાની માતે આરોપીની સામે ફરિયાદ નોંધાવી છે. પીડિત સગીરા ફિરોજાબાદની રહેવાસી છે. ઘટનામાં દુષ્કર્મ આચરનાર કંડકટરની તો ધરપકડ કરી લેવામાં આવી છે. પરંતુ અન્ય એક વ્યક્તિ હજું પણ ફરાર છે.HS