ઉત્તરપ્રદેશમાં હવે મદરેસાને કોઇ ગ્રાન્ટ નહીં મળે

લખનૌ, ઉત્તર પ્રદેશમાં નવા મદરેસાઓને હવે કોઈ ગ્રાન્ટ નહીં મળે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ર્નિણય પર મહોર લગાવી છે. યોગી સરકારના અગાઉના કાર્યકાળમાં પણ ગ્રાન્ટ આપવામાં આવી ન હતી. હવે કેબિનેટે પણ આ પ્રસ્તાવ પસાર કર્યો છે. કોર્ટમાં જઈને પણ મદરેસાઓને કોઈ રાહત નહીં મળે. આ સરકારે અખિલેશ સરકારની નીતિનો અંત લાવી દીધો છે. હાલમાં યુપીમાં ૫૫૮ મદરેસાઓને સરકારી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે.
આ સરકારે અખિલેશ સરકારની નીતિનો અંત લાવી દીધો છે. હાલમાં યુપીમાં ૫૫૮ મદરેસાઓને સરકારી ગ્રાન્ટ આપવામાં આવી રહી છે.
નોંધનીય છે કે ગયા મહિને રાજ્યની મદરેસાઓમાં પણ રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવ્યું હતું.
આ આદેશ હેઠળ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રાજ્યના તમામ માન્ય, અનુદાનિત અને બિન-સહાયિત મદરેસામાં વર્ગો શરૂ થતાં પહેલાં ફરજિયાતપણે રાષ્ટ્રગીત ગાવાનું રહેશે. જણાવી દઈએ કે હાલમાં ઉત્તર પ્રદેશમાં કુલ ૧૬૪૬૧ મદરેસા છે, જેમાંથી ૫૫૮ને સરકાર તરફથી અનુદાન મળે છે.HS