ઉત્તરપ્રદેશમાં ૧૩ વર્ષની બાળકી પર આઠ દિવસ સુધી ગેંગરેપ
લખનૌ, ઉત્તરપ્રદેશના મેનપુરીમાં ૧૩ વર્ષની બાળકી જેનું ૧૫ જાન્યુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું તેણે કહ્યું કે બદમાશોએ તેને દિલ્હીમાં બંધક બનાવી હતી બાળકીએ કહ્યું કે અપરાધિઓએ તેના પર સતત આઠ દિવસ સુધી ગેંગરેપ કર્યો પોતાના માતા પિતાની એક માત્ર બાળકીને પરિવારે બચાવી લીધી છે. બાળકી પોતાના માતા પિતાની સાથે પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને મામલામાં ત્રણ આરોપીઓની વિરૂધ્ધ ફરિયાદ નોંધાી છે આરોપીઓમાં આકાશ હરિઓમ અને ગુડ્ડુ સામેલ છે.
એક આરોપી એટાનો તો બે મેનપુરીના રહેવાસી છે યુવતીના માતા પિતાએ કહ્યું કે પોલીસે ફરિયાદ લખ્યા બાદ જ એફઆઇઆર દાખલ કરી હતી પરંતુ મામલામા આરોપીઓ પર ફકત અપહરણની કલમ લગાવી હતી નહીં કે ગેંગરેપની યુવતીના એક સંબંધીએ કહ્યું કે પોલીસને સ્પષ્ટ જાણ કરવામાં આવી હતી કે બાળકી પર ગેંગરેપ થયો હતો પરંતુ પોલીસે માત્ર અપહરણનો કેસ દાખલ કર્યો.
સંબંધીએ કહ્યું કે બાળકીના અપહરણને લઇ શરૂમાં પોલસને માહિતી આપવામાં આવી ન હતી પરિવારે બદનામીના ભયથી આમ કર્યું નથી બાળકીના પરિવારે ખુદ જ બાળકીની શોધ કરી હતી જયારે બાળકીને પરિવારે દિલ્હીથી શોધી કાઢી તો બાળકીએ આપવીતી જણાવી હતી ત્યારબાદ પરિવારે પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવી.
પોલીસ સ્ટેશનના ઇન્સેકટરે સ્વીકાર કર્યો કે મામલામાં આરોપીઓ પર બળાત્કારની કલમો લગાવવામાં આવી નથી તેમણે કહ્યું કે બાળકી જયારે મેજિસ્ટ્રેટની સામે નિવેદન આપશે ત્યારબાદ જ કલમો ઉમેરાશે હોસ્પિટલમાં દાખલ બાળકીએ કહ્યું કે તે જયારે ઘરેથી સવારે બહાર નિકળી તો આરોપીઓએ તેને ગાડીમા બેસાડી દીધી અને આઠ દિવસ સુધી બળાત્કાર કર્યો અને કોઇને આ વાત ન બતાવવાની ધમકી આપી હતી.HS