ઉત્તરપ્રદેશમા ધુમ્મસના કારણે શ્રેણીબદ્ધ અકસ્માતો સર્જાયા
ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીઃ તાપમાન શૂન્ય
નવીદિલ્હી, દેશભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. પજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં કોલ્ડવેવને લઇને ચેતવણી જારી કરવામાં આવી ચુકી છે જેના પરિણામ સ્વરુપે લોકો બિનજરૂરીરીતે બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં પારો ગગડીને શૂન્ય સુધી પહોંચી ગયો છે. કાનપુરમાં તાપમાન શૂન્ય થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
પંજાબના લુધિયાણામાં પણ કાતિલ ઠંડી અને બરફના પવનોના લીધે જનજીવન ખોરવાઈ ગયું છે. વિજિબિલિટી ઘટી જવાના કારણે રાજસ્થાન, દિલ્હી, એનસીઆર સહિતના વિસ્તારોમાં અનેક જગ્યાઓએ અકસ્માતો સર્જાયા છે જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા છે.
લુધિયાણામાં એક સ્થાનિક વ્યÂક્તએ માહિતી આપતા કહ્યું છે કે, ઠંડીના પરિણામ સ્વરુપે હવે કામ કરવાનું મુશ્કેલ બની ગયું છે. લોકો આગ સળગાવીને પોતાને ગરમ રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. લુધિયાણામાં આજે ૪.૧ ડિગ્રી તાપમાન થયું હતું જ્યારે અન્ય ભાગોમાં પારો ગગડી ગયો છે. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌ સહિત આસપાસના વિસ્તારોમાં કોલ્ડવેવના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. લખનૌમાં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી થઇ ગયું છે.
જયપુરથી પ્રાપ્ત અહેવાલ મુજબ રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં કાતિલ ઠંડી પડી રહી છે જેથી જનજીવન ઠપ થઇ ગયું છે. ચુરુમાં લઘુત્તમ તાપમાન ૪.૨, જયપુરમાં ૩.૪, બિકાનેરમાં ૪.૪, જેસલમેરમાં ૩.૬ સુધી તાપમાન રહ્યું છે જ્યારે હરિયાણાના અંબાલા અને હિસારમાં લઘુત્તમ તાપમાન ખુબ નીચે પહોંચી ગયું છે.
ઉત્તરપ્રદેશમાં પણ આવી જ હાલત બનેલી છે. બિહારની વાત કરવામાં આવે તો પટણા, ગયા, ભાગલપુરમાં લઘુત્તમ તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે. ભારે ધુમ્મસ અને ખરાબ વિજિબિલિટીના પરિણાણ સ્વરુપે રાજસ્થાનના જેસલમેર-જાધપુર નેશનલ હાઈવે પર બે બસ સામસામે ટકરાઈ ગઈ છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે
જ્યારે ઉત્તરપ્રદેશના કાનપુરમાં પણ ધુમ્મસના પરિણામ સ્વરુપે અનેક અકસ્માતો સર્જાયા છે જેમાં ચાર લોકોના મોત થયા છે. રાજસ્થાનમાં વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર ચારેબાજુ જાવા મળી રહી છે. દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હી સફદરજંગ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન ૫.૪ ડિગ્રી થયું છે. આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં વધુ ઘટાડો થઇ શકે છે. જયપુરમાં પારો ૧ અનએ ચુરુમાં લઘુત્તમ તાપમાન ૨.૨ સુધી પહોંચી શકે છે. ક્વોટામાં ૧.૬ અને જેસલમેરમાં બે ડિગ્રી સુધી પારો રહી શકે છે.