ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ૬ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
નવીદિલ્હી, દેશભરમાં ચોમાસુ એક્ટિવ થઈ ગયું છે. આગામી બે દિવસ સુધી બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલમાં અને ઉત્તરપ્રદેશ, બિહારમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. તો આ તરફ દિલ્હીમાં સવારથી ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. આનાથી લોકોને ગરમીથી રાહત મળી છે પરંતુ રસ્તા પર પાણી ભરાવા લાગ્યા છે જામથી મુશ્કેલી વધી ગઈ છે. મિંટો રોડ પર અંડર બ્રિજ નીચેથી પસાર થઈ રહેલી ડ્ઢ્ઝ્રની બસ પાણીમાં ડુબી ગઈ છે. સારુ હતું કે બસમાં મુસાફરો ન હતા. કંડક્ટર અને ડ્રાઈવરને સીડી લગાવીને બહાર કાઢવા પડ્યા હતા. આ બ્રિજ પાસે ૬૦ વર્ષના એક વ્યક્તિનું ડુબવાના કારણે મોત થયું છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે ચોમાસુ ઉત્તર તરફ આગળ વધશે. આનાથી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ૨૧ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ થશે. સફદરગંજ હવામાન કેન્દ્રના જણાવ્યા પ્રમાણે, અહીંયા અત્યાર સુધી ૪૭.૯ મિમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય(૧૦૯.૪ મિમી)થી ૫૬% ઓછો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તરપ્રદેશના ૩૦થી વધુ સ્થળો પર આજે વીજળી સાથે ભારે વરસાદ થઈ શકે છે. જેમાં બુલંદશહર, સંભલ, બદાયૂ, બરેલી, કાસગંજ, એટા, ફરુખાબાદ, શાહજહાપુર, સીતાપુર, હરદોઈ, સિદ્ધાર્થનગર, વસ્તી, સંત કબીર નગર, અમેઠી, આઝમગઢ, ગોરખપુર, સુલ્તાનપુર, જૌનપુર, વારાણસી, મઉ, ગાઝીપુર, મહારાજગંજ, દેવરિયા, બલિયા, કુશીનગર જિલ્લા અને આસપાસના વિસ્તાર સામેલ છે.
બિહારમાં ફરી હવામાન બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યાના ૧૧ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. પૂર્ણિયા, અરરિયા, કટિહાર, દરભંગા, સમસ્તીપુર, કિશનગંજ, સીતામઢી. મધેપુરા, મધુબની,સમસ્તીપુર અને સુપૌલમાં આગામી ૭૨ કલાક દરમિયાન ભારે વરસદા અને વીજળી પડવાની આશંકા વ્યક્ત કરાઈ છે. બાકીના જિલ્લામાં પણ વાદળ છવાયેલા રહેશે અને હળવો વરસાદ થઈ શકે છે. રવિવારે પટના, સહરસા અને બેગૂસરાયમાં વીજળી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે. તો આ તરફ નેપાળથી આવી રહેલી નદીઓ પોતાની સપાટીથી ઉપર વહી રહી છે. જેનાથી રાજ્યમાં પૂર આવવાની શક્યતાઓ વધી ગઈ છે. ઘણા નીચાણવાળા વિસ્તારમાં પહેલાથી જ પાણી ભરાયા છે.પૂર્વોત્તરના રાજ્યોમાં આસામ પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે.