Western Times News

Gujarati News

ઉત્તરપ્રદેશ પેટાચૂંટણી બાદ ભાજપ જોરદાર રીતે સક્રિય

પ્રતિકાત્મક

લખનૌ, ઉત્તરપ્રદેશની ૧૧ વિધાનસભા સીટ પર હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આઠ સીટ પર જીત થઇ હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના વ્યુહરચનાકારો આને લઇને સંતુષ્ટ દેખાઇ રહ્યા નથી. પાર્ટીના વ્યુહરચનાકારો એક એક સીટ પર આગળ વધવા માટે ઇચ્છુક છે.

વર્ષ ૨૦૨૨માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પ્રદેશની એક એક જિલ્લાની એક એક વિધાનસભા સીટ માટે રણનિતી બનાવી રહ્યા છે. કાર્યકરોની સાથે સાથે સાંસદો અને ધારાસભ્યો તેમજ મંત્રીઓની સાથે બેસીને નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તમામને પોત પોતાના ક્ષેત્રમાં રહેવા માટે કહડેવામાં આવ્યુ છે. પાર્ટીને મજબુત કરવા માટે બુથ સ્તર પર પાર્ટી સંગઠનને વધારે મજબુત કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પોતે આમાં સક્રિય રીતે સામેલ થયેલા છે. યોગી પોતે સરકારની વિકાસ યોજનાઓ મારફતે જનતા સુધી સરકારની તમામ યોજનાઓને પહોંચાડી દેવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લી ચૂંટણીની જેમ જ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો તમામ તાકાત લગાવી દેવા માટે સજ્જ બનેલા છે.

વર્ષ ૨૦૨૨ પહેલા વિરોધ પક્ષોની તાકાતને ખતમ કરી દેવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં જીત બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતા સતત કોઇને કોઇ રીતે લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. જેના કારણે સફળતા પણ મળી રહી છે.ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સતત સક્રિય રહીને જીત અપાવવા તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.