ઉત્તરપ્રદેશ : યોગી કેબિનેટમાં ટુંક સમયમાં જ મોટા ફેરફારો
લખનૌ : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર આગામી મહિનામાં પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત બાદ પાર્ટી માટે જારદાર મહેનત કરનારને મોટી તક આપવામાં આવી શકે છે. જા કે કેબિનેટમાં ફેરફારને લઇને હજુ સુધી કોઇ સંકેત મળ્યા નથી.
પ્રદેશમાં પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સ્વંતંત્ર દેવ સિંહને સોંપી દેવામાં આવ્યા બાદ અટકળો વધારે તીવ્ર બની ગઇ છે. નવી રણનિતીને અપનાવવામાં આવે તેવી શક્યતા છે. પ્રધાનમંડળમાં કેટલાક નવા ચહેરાને સામેલ કરવામાં આવી શકે છે.
જ્યારે કેટલાક હાલમાં નિષ્ક્રિય રહેલા દિગ્ગજાની ખુરશી જઇ શકે છે. અથવા તો તેમને ઓછા મહત્વવાળા ખાતામાં મોકલી શકાય છે. કેટલાક પ્રધાનોના બદલી નાંખવામાં આવે તેવા સંકેત દેખાઇ રહ્યા છે.
યોગી કેબિનેટમાં કોઇ ગુર્જર નેતાને પણ તક મળી શકે છે. ઉત્તરપ્રદેશમાં પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત ેમેળવી લીધા બાદ પેટાચૂંટણીમાં હાર થયા બાદ પાર્ટીએ લોકસભાની ચૂંટણીમાં જારદાર દેખાવ કર્યો હતો.
માયાવતી અને અખિલેશ યાદવે સાથે મળીને ચૂંટણી લડી હોવા છતાંતેમની હાર થઇ હતી. માયાવતી અનવે અખિલેશની કોઇ ચાલ મોદી અને અમિત શાહની જાડી સામે કામ લાગી ન હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ઉત્તરપ્રદેશમાં પાર્ટીને જીત અપાવવામા ચાવીરૂપ ભૂમિકા અદા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને અન્યપાર્ટી નેતાઓ સાથે તમામ પાસા પર વિચારણા કરવામાં આવ્યા બાદ કેબિનેટમાં ફેરફાર કરવાના સંબંધમાં નિર્ણય કરવામાં આવનાર છે.પાર્ટી ઉત્તરપ્રદેશમાં તેની સ્થિતી વધારે મજબુત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.