ઉત્તરસંડા ગામમાં દૂધ ડેરી ખાતે કોવિડ વેકસીન કેમ્પ યોજાયો
(તસ્વીર: સાજીદ સૈયદ, નડિયાદ) સમ્રગ વિશ્વ , દેશ રાજ્ય અને જીલ્લામાં હાલ કોરોના ની બીજી લહેર સમાપ્તિ નાં આરે છે . પરંતુ સંભવિત ત્રીજી લહેરની શક્યતા નકારી શકાય તેમ નથી આ સંભવિત ત્રીજી લહેર થી બચવા માટે મહતમ કોવિદ વેક્સીનેશન એક માત્ર ઉપાય છે .
જે અનુશન્યાને વેક્સીનેશન ની કામગીરી દેશ , રાજ્ય , જીલ્લા અને તાલુકામાં પુરજાેશમાં ચાલી રહેલ છે . આ કામગીરીમાં વેંગ લાવવા ખેડા જીલ્લાના માન કલેક્ટર કે. એલ. બચાણી નાં પ્રેરણાત્મક પાયલોટ પ્રોગ્રામ ( દૂધ ઉત્પાદક મંડળી નાં સભાસદો અને તેઓના પરિવાર જનો કે
જેઓએ હજુ સુધી કોરોના ની વેક્સિન લીધેલ નથી તેઓ દૂધ ડેરી માં દૂધ ભરવા આવે અને વેક્સિન લઈને પરત જાય ) હેઠળ તાલુકા હેલ્થ અધિકારી ડો . વિપુલ અમીન નડીયાદ તાલુકા નાં માર્ગદર્શન હેઠળ તાલુકા ની આરોગ્ય ટીમ તથા ઉત્તરસંડા ની સ્થાનીક આરોગ્ય ટીમ તથા દૂધ ઉત્પાદક મંડળી ઉતરસંડા નાં સંયુકત પ્રયાસો થી આજરોજ ઉત્તરસંડા ગામમાં દૂધ ડેરીમાં કોવિદ વેક્સીનેશન નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો . જેમાં ૫૦૬ લાભાથીઓને કોવીશીલડ રસી આપવામાં આવી હતી .