ઉત્તરાંખડ બાદ પશ્ચિમ બંગાળમાં બંધારણીય સંકટ ઉભી થઇ શકે છે
કોલકતા: ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી પદેથી હટી જવું પડયું છે બંધારણીય સંકટના કારણે તેમણે રાજયપાલને રાજીનામુ સોંપ્યુ હતું હકીકતમાં તીરથ સિંહ રાવત વિધાનસભાના સભ્ય ન હતાં અને વર્તમાન સ્થિતિમાં પેટાચુંટણી થવી મુશ્કેલ હતી. આવામાં તેમને રાજીનામુ આપવું પડયું છે. તીરથસિંહ રાવતના રાજીનામા બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે પણ મુશ્કેલી ઉભી થઇ શકે છે.
૧૦ માર્ચ ૨૦૨૧ના રોજ તીરથ સિંહ રાવતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે સોગંદ લીધા હતાં આવામાં ૧૦ સપ્ટેમ્બર પહેલા તેમણે કોઇ ગૃહનું સભ્ય પદ લેવું જરૂી હતી તીરથે બંધારણી સંકટ અને કલમ ૧૬૪નો હવાલો આપતાં રાજીનામુ આપ્યું હોવાની વાત કરી છે. કલમ ૧૬૪ અનુસાર કોઇ મંત્રી જાે છ મહીનાની મુદ્ત સુધી રાજયના વિધાનમંડળ( વિધાનસભા કે વિધાન પરિષદ)નો સભ્ય ન હોય તો તે સમયસીમા પુરી થયા બાદ મંત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થઇ જાય છે આ હિસાબથી પશ્ચિમ બંગાળની સ્થિતિ પણ ઉત્તરાખંડ જેવી જ જાેવા મળી રહી છે અહીં મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ વિધાનસભાના સભ્ય નથી
મમતા બેનર્જીએ ૪ મેના રોજ મુખ્યમંત્રી તરીકેના સોગંદ લીધા હતાં આવામાં તેમના સોગંદ લેવાના દિવસથી છ મહીનાની અંદર એટલે કે ચાર નવેમ્બર સુધી વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે અને આ બંધારણીય રીતે ફરજીયાત છે તેમણે પોતાના માટે બેઠક (ભવાનીપુર) ખાલી પણ કરાવી લીધી છે પરંતુ તે વિધાનસભાના સભ્ય ત્યારે બની શકશે જયારે નક્કી મુદ્તની અંદર ચુંટણી થાય કોરોનાના કારણે કેન્દ્રીય ચુંટણી પંચે હાલ ચુંટણી સ્થગિત કરી રાખી છે ચુંટણી પ્રક્રિયા કયારે શરૂ થશે તે હાલ કહી શકાય તેમ નથી આવામાં જાે નવેમ્બર સુધી ભવાનીપુર પેટાચુંટણી બાબતમાં ચુંટણી પંચ નિર્ણય લેશે નહીં તો મમતાની ગાદી માટે પણ ખતરો ઉભો થઇ શકે છે.
બંગાળમાં જયારે પંચ ચુંટણી કરાવી રહ્યું હતું ત્યારે અનેક રાજનીતિક પક્ષોએ પંચ પર લોકોના જીવથી ખિલવાડ કરવાનો આરોપ લગાવ્યો હતો આવામાં હવે જયાં સુધી એ સુનિશ્ચિત ન થઇ જાય કે ચુંટણી કરાવવાથી કોઇના જીવને જાેખમ નથી ત્યારે ચુંટણી થઇ શકે છે પરંતુ હાલ આ સ્થિતિ જાેવા મળી રહી નથી
મમતાએ સ્થિતિને સમજતા વિધાન પરિષદ વાળો માર્ગ કાઢવાનો પ્રયાસ કર્યો હતો તેમણે વિધાનસભા દ્વારા પ્રસ્તાવ પાસ કરાવ્યો હતો કે રાજયમાં વિધાન પરિષદની રચના થાય પરંતુ લોકસભાની મંજુરી વિના આ સંભવ નથી કેન્દ્ર સરકારની સાથે તેમના સંબંધ જગજાહેર છે આવામાં વિધાન પરિષદનો માર્ગ પણ શકયા નથી
એ યાદ રહે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પણ આ રીતની મુશ્કેલીમાં ફસાઇ ચુકયા છે. તેમણે ૨૮ નવેમ્બર ૨૦૧૯ના રોજ જયારે મુખ્યમંત્રી પદના સોગંદ લીધા ત્યારે તે કોઇ ગૃહના સભ્ય ન હતાં તેમને ૨૭ મે ૨૦૨૦ સુધી કોઇ ગૃહના સભ્ય બનવું જરૂરી હતી તેમના માટે રાહતની વાત એ છે કે મહારાષ્ટ્રના વિધાન પરિષદ છે અને તેની સાત બેઠકો માટે એપ્રિલ ૨૦૨૦માં ચુંટણી થવાની હતી.