ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ
દહેરાદુન, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતનો કોરોના તપાસ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે આ વાતની માહિતી તેમણે પોતાના ટિ્વટર હેંડલ પર આપી છે.હાલ તેમણે ખુદને આઇસોલેટ કરી દીધા છે. પોતાની પોસ્ટમાં મુખ્યમંત્રીએ લખ્યું છે કે આજે મેં કોરોના તપાસ કરાવી અને રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે મારી તબીયત ઠીક છે અને લક્ષણ પણ નથી અંતે ડોકટરોની સલાહ પર હું હોમ આઇસોલેશનમાં રહીશ મારી તમામને વિનંતી છે કે જે પણ લોકોગત કેટલાક દિવસોથી મારા સંપર્કમાં આવ્યા છે મહેરબાની કરી તે ખુદને આઇસોલેટ કરી પોતાની તપાસ કરાવે.
એ યાદ રહે કે પ્રદેશમાં કોરોના દર્દીઓનો મૃત્યુ દર ઓછો થઇ રહ્યો નથી અત્યાર સુધી કુલ દર્દીઓના મોતમાં ૮૭ ટકા ચાર મેદાની જીલ્લામાં થયા છે તેમાં સૌથી વધુ દહેરાદુન જીલ્લામાં ૭૬૭ ટકા મોત થયા છે. નવ પવર્તીય જીલ્લામાં દર્દીઓના મૃત્યુ દર વધી રહ્યાં છે.
પ્રદેશમાં કોરોનાના કહેરનો મામલો ૧૫ માર્ચે મળ્યો હતો ત્યારથી લઇ ૧૬ ડિસેમ્બર સુધી પ્રદેશમાં ૧૩૭૫ કોરોના દર્દીના મોત થઇ ચુકયા છે તેમાં ૮૭ ટકાથી વધુ મોત ફકત ચાર મેદાની દહેરાદુન હરિદ્વાર નૈનીતાલ અને ઉધમસિંહ નગરમાં છે. જયારે નવ પર્વતીય જીલ્લામાં ૧૨.૬૫ ટકા મોત થયા છે.આરોગ્ય વિભાગના આંકડા આધાર પર પર્વતીય જીલ્લામાં પણ કોરોના દર્દીઓના મૃત્યુ વધી રહ્યાં હતાં ૧૬ ઓકટોબરે નવ જીલ્લામાં મૃત્યુ દર ૭.૩૬ ટકા હતાં ૧૬ નવેમ્બરે મૃત્યુ દર વધી ૯.૧૪ ટકા થઇ ગયા જયારે ૧૬ ડિસેમ્બરે મૃત્યુ દર ૧૨.૬૫ ટકા પહોંચી ગયા છે.
નવ પર્વતીય જીલ્લા પૌડી ચમોલી અલ્મોડા બાગેશ્વર રૂદ્રપ્રયાગ ટિહરી ઉત્તરકાશી પિથૌરાગઢ ચંપાવત જીલ્લામાં કુલ ૧૭૪ કોરોના દર્દીઓના મોત નિપજયા છે.HS