ઉત્તરાખંડમાં ડોક્યુમેન્ટ્સ ન બતાવતા PSIએ બાઈકચાલકના માથામાં ચાવી ઘૂસાડી દીધી
ઉત્તરાખંડના રુદ્રપુરમાં પોલીસની ક્રુરતા સામે આવી છે. અહીં એક PSIએ વાહન ચેકિંગ દરમિયાન યુવકના માથામાં ચાવી ઘૂસાડી દીધી. આ યુવકનો વાંક એટલો હતો કે તેમણે હેલ્મેટ પહેર્યું ન હતું. પેટ્રોલ પંપ તરફ જતી વખતે પોલીસે તેને રોકી ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા. દીપક નામના આ યુવકે ડોક્યુમેન્ટ્સ ન બતાવતા PSI ગુસ્સે ભરાયા અને બાઈકમાંથી ચાવી કાઢી સીધી માથામાં ઘૂસાડી દીધી. ચાવી માથામાં ઘૂસાડી દેતા યુવક લોહીલુહાણ થઈ ગયો. સોમવારે રાત્રે 8 વાગ્યા આસપાસ બનેલી આ ઘટના બાદ દીપક અને તેનો મિત્ર તેના ગામ રમ્પુર જતા રહ્યા. જો કે થોડી વારમાં જ રમ્પુરના લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને પથ્થરમારો કર્યો. રોષે ભરાયેલા ગ્રામજનોએ હાજર પોલીસકર્મીને માર મારી તેની વરદી ફાડી નાખી. આ તરફ મામલો બિચકતા PSI અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે.