ઉત્તરાખંડમાં ભાજપના ધારાસભ્ય પર યુવતીનો બળાત્કારનો આરોપ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/10/Mahesh-scaled.jpg)
દહેરાદુન, ઉત્તરાખંડના ભાજપના ધારાસભ્ય મહેશ નેગી પર બળાત્કારના આરોપ લગાવનારી એક મહિલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી મામલાની તપાસ સીબીઆઇથી કરાવવાની માંગ કરી છે. મહિલાનો આરોપ છે કે ભાજપના ધારાસભ્યે તેની સાથે બળાત્કાર કર્યો છે જેને કારણે તે ગર્ભવતી થઇ છે. મહિલાએ ભાજપ ધારાસભ્યને પોતાના નવજાત બાળકના પિતા બતાવ્યા છે.
ચાર પાનાના પત્રમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે રાજયની ભાજપ સરકાર અને પોલીસ આરોપી ધારાસભ્યને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પીડિત મહિલાના વકીલ એસ પી સિંહે કહ્યું કે તેમણે સીબીઆઇ તપાસની માંગ કરવા માટે વડાપ્રધાનને પત્ર લખ્યો કારણ કે પ્રશાસન અને પોલીસ આરોપી ધારાસભ્યને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અને તે નિષ્પક્ષ તપાસ કરી રહી નથી તેમણે આગળ કહ્યું કે ધારાસભ્યને બચાવવા માટે પોલીસ એક સ્પષ્ટ પ્રયાસમાં તથ્યોને ધુમાવી રહી છે અને ત્યાં સુધી કે મારા અસીલને આરોપી ધારાસભ્ય સાથે સમજૂતિ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે આથી સ્પષ્ટ અને નિષ્પક્ષ તપાસની આશામાં વડાપ્રધાનને લખવામાં આવ્યું છે.
જાે કે પોલીસે આ આરોપને ફગાવી દીધા છે દહેરાદુનના વરિષ્ઠ પોલીસ અધીક્ષક અરૂણ મોહન જાેશીએ કહ્યું કે ફરિયાદકર્તાએ માંગ કરી હતી કે તપાસ અધિકારીને બદલવામાં આવે કારણ કે તેમને તેના પર વિશ્વાસનથી તેમની માંગને માની લેવામાં આવી અને મામલાને એક વિશેષ ટીમને સોંપવામાં આવ્યો છે.
![]() |
![]() |
આ પહેલા મહિલાએ રાજયના ગૃહ સચિવને પત્ર લખી મામલાની સીબીઆઇ તપાસની માંગ કરી હતી પરંતુ અત્યાર સુધી કોઇ જવાબ મળ્યો નથી પીડિત મહિલાના વકીલે કહ્યું કે અમને હજુ સુધી રાજય સરકારથી જવાબ મળ્યો નથી જાે માંગ પુરી કરવામાં આવશે નહીં તો અમે તેના માટે ઉચ્ચ અદાલતના દરવાજા ખખડાવીશું.HS