ઉત્તરાખંડમાં ભાજપની જીતની જવાબદારી શાહને સોંપાઈ
નવીદિલ્હી, ઉત્તરાખંડમાં ભાજપને જીતાડવાની જવાબદારી મોદીએ અમિત શાહને સોંપી છે. શાહે સાધુ-સંતો તથા ધાર્મિક આગેવાનો સાથે બેઠકોનો દૌર શરૂ કરીને આ દિશામાં કામગીરી શરૂ કરી દીધો ોહોવાનો સૂત્રોનો દાવો છે. શાહે ઉત્તરાખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત નરેન્દ્ર મોદી કરશે એવું સૂચન કર્યું હતું જે મોદીએ સ્વીકાર્યું છે.
ઉત્તરાખંડમાં હિંદુત્વના મુદ્દા પર ભાજપને મત મળે એ માટે મોદી કેદારનાથમાં કેદારધામ નવનિર્માણ પ્રોજેક્ટ હેઠળ કરાઈ રહેલાં વિકાસ કાર્યોના લોકાર્પણ સાથે પ્રચારની શરૂઆત કરે એવી શાહની યોજના છે. મોદીએ આ યોજનાને લીલી ઝંડી પણ આપી દીધી છે.
મોદીની સૂચનાના પગલે પીએમઓએના અધિકારીઓએ ગુરૂવારે કેદારનાથની મુલાકાત લઈને પ્રોજેક્ટનું કામ ક્યાં સુધી પહોંચ્યું તેની સમીક્ષા કરી હતી. સૂત્રોનો દાવો છે કે, અત્યારે જે સ્થિતી છે તે જાેતાં ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મહત્વનું કામ સમાપ્ત થઈ જશે. એ પછી ૬ ઓક્ટોબરે મોદી કેદારનાથ જશે. મોદીની મુલાકાતના અઠવાડિયા પછી શાહ ત્રણ દિવસ માટે ઉત્તરાખંડમાં ધામા નાંખશે અને ચૂંટણીની વ્યૂહરચના ઘડી કાઢશે.HS