ઉત્તરાખંડમાં ભૂકંપના ભારે આંચકા, લોકો ઘરોની બહાર નીકળી આવ્યા
કુમાઉન, ઉત્તરાખંડના કુમાઉનમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. શનિવારે વહેલી સવારે ભૂકંપનાં આંચકાને કારણે કુમાઉના લોકો જાગી ગયા હતા અને ભયભીત થઇ ઘરની બહાર દોડી આવ્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે અનુભવાયેલા ભૂકંપનાં આંચકા અન્ય જુદા જુદા ભાગોમાં પણ અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા ૪ હોવાનું જાણવા મળે છે. આ આંચકાઓ સવારે ૬ઃ૩૨ વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. પિથોરાગઢમાં કેટલાક લોકો ડરના કારણે ઘરની બહાર નીકળ્યા આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ચંપાવટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર મનોજ પાંડેએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર શોધી કાઢવાની કવાયતો હાથ ઘરવામાં આવી રહ્યું છે.