ઉત્તરાખંડમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા
ઉત્તરકાશી, આ સમયનાં સૌથી મોટા સમાચાર છે, પ્રદેશમાં શનિવારે વહેલી સવારે ભૂકંપનાં તીવ્ર ઝટકા અનુભાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૧ માપવામાં આવી છે. વહેલી સવારે ઝટકા અનુભવાતા સ્થાનિકોમાં ડર છે. જાણકારી પ્રમાણે, ભૂકંપનાં ઝટકા સવારે ૫.૦૩ વાગ્યે અનુભવાયા હતાં. ભૂકંપનાં ઝટકા પ્રદેશનાં ઉત્તરકાશી જિલ્લાથી આશરે ૩૯ કિલોમીટર પૂર્વમાં અનુભવાયા હતાં.
ભૂકંપથી કોઇ પ્રકારનાં જાનમાલનાં નુક્શાનની હાલમાં કોઇ માહિતી નથી. આ પહેલાં જાન્યુઆરીમાં ઉત્તરાખંડનાં બાગેશ્વર જિલ્લામાં સવારનાં સમયે ભૂકંપનાં ઝટકા અનુભવાયા હતાં. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી હતી. જેને અનુભવી નહોતા શકાાં. તે સમયે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ હતી. જે સવારે ૬.૧૭ વાગ્યે બાગેશ્વર જિલ્લાનાં કપકોટ, બાગેશ્વર, ગરુડ, કાંડા , કાફલીગૌર જેવાં ક્ષેત્રમાં આવ્યો હતો.
ઠંડકને કારણે લોકો ઘરની અંદર જ હતાં. કેટલીક જગ્યાએ કંપનને કારણે લોકો ઘરની બહાર નીકળીને આવી ગયા હતાં. તે સમયે ભૂકંપનું એપી સેન્ટર માલૂમ નહોતું થઇ શક્યું. વિશેષજ્ઞોનું કહેવું હતું કે, ભૂકંપ ધરતીની સપાટીથી ૧૦ મીટર નીચે હતો. જિલ્લા આપદા અધિકારીએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, હિમાલયન ક્ષેત્ર ભૂકંપ માટે ઘણો સંવેદનશીલ માનવામાં આવે છે.
વિશેષજ્ઞ પણ આ ક્ષેત્રમાં ભૂકપંને અનુકૂળ માને છે. ઉત્તરાખંડ અને આસપાસનાં વિસ્તારમાં ઘણી વખત ભૂકંપનાં ઝટકા અનુભવ કરવાંમાં આવે છે. પણ શનિવારે સવારે આવેલાં ભૂકંપનાં ઝટકાની તીવ્રતા થોડી વધઉ હતી તેથી લોકોમાં થોડો ભયનો માહોલ છે.
વિશેષજ્ઞનું માનીયે તો, ઇન્ડિયન પ્લેટ દર વર્ષે આશરે ૫ સેમી મધ્ય એશિયા તરફ ખસી રી છે જેને કારણે ભૂગ્ભીય હલચલ ચાલુ છે. ભૂકંપ વિજ્ઞાનિયોનું માનવું છે કે, મોટાભાગે ભૂગર્ભમાં બે પ્લેટ અથડાયા બાદ બંને પ્લેટ સ્થિર થઇ જાય છે. પણ અપ્રત્યાશિત રીતે ઇન્ડિય પ્લેટ સ્થિર નથી નથી. ઇન્ડિયન પ્લેટ યૂરેશિયન પ્લેટની નીચે જતી રહી હોવાની ઘટના સતત બની રહી છે, જે ભૂગર્ભીય હલચલ પ્રમાણે ચિંતાનો વિષય છે.SSS