ઉત્તરાખંડમાં સવારે ૪.૬ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો
દહેરાદુન, ઉત્તરાખંડમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. પિથોરાગઢ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જ્યાં ભૂકંપ આવ્યો છે તે નેપાળ બોર્ડર પાસેનો વિસ્તાર છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ માપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ અત્યાર સુધી કોઈ જાનહાની કે જાન-માલના નુકસાનના સમાચાર નથી. આ પહેલા ૧૨ ફેબ્રુઆરીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા ૪.૧ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે.HS