ઉત્તરાખંડમાં હવે પ્રમોશનમાં અનામત આપવામાં નહીં આવે
દેહરાદૂન, ઉત્તરાખંડની ત્રિવેન્દ્ર રાવત સરકારે પોતાના શાસનકાળના ત્રણ વર્ષ પૂરા થવા પર એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે સરકારી સેવાઓમાં પ્રમોશન પર પ્રતિબંધને ખતમ કરી દીધો છે. લગભગ ત્રણ સપ્તાહથી પ્રદેશમાં જનરલ-ઓબીસી કર્મચારી આ માંગણીને લઈને હડતાળ કરી રહ્યા છે. જે સતત ઉગ્ર થઈ રહી હતી. તેની અસર એ થશે કે હવે પ્રમોશનમાં અનામત મળશે નહીં, સામાન્ય રુપથી પ્રમોશન થઈ શકશે.
એ યાદ રહે કે સુપ્રીમ કોર્ટે ૭ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ એક નિર્ણય આપ્યો હતો. જેમાં સરકારી સેવાઓમાં પ્રમોશનમાં અનામત લાગુ કરવાના હાઇકોર્ટના નિર્ણયને નિરસ્ત કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લાગુ કરવાની માંગણીને લઈને ઉત્તરાખંડના કર્મચારી હડતાળ પર ચાલ્યા ગયા હતા. આજે ત્રિવેન્દ્ર રાવત સરકારે પ્રમોશનમાં અનામતને ખતમ કરવાનો શાસનાદેશ જારી કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને લાગુ કરાવવાની માંગણીને લઈને ઉત્તરાખંડના કર્મચારી ૨ માર્ચથી હડતાળ પર ચાલ્યા ગયા હતા. પ્રદેશમાં કોરોનાની મહામારી જાહેર થયા પછી પણ કર્મચારી સતત ધરણાં-પ્રદર્શન કરી રહ્યા હતા. કર્મચારી માસ્ક લગાવી અને સેનિટાઇઝર લઈને ધરણા પર બેઠા હતા. રાજ્ય સરકારે એક સ્થાને ૫૦થી વધારે લોકો ભેગા થવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે તે પણ કામ આવી રહ્યો ન હતો.