ઉત્તરાખંડમાં ૩ દિવસ રાજકીય શોક જાહેર

દહેરાદુન, બિપિન રાવતના નિધનને કારણે તેમના ગૃહ રાજ્ય ઉત્તરાખંડમાં ત્રણ દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત તમામ વિપક્ષી નેતાઓએ પણ જનરલ બિપિન રાવત અને અન્યના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું ગઈકાલે બપોરે તમિલનાડુના કન્નુરમાં હેલિકોપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આવતીકાલે ૨ વાગ્યા પછી રાવતની અંતિમયાત્રા શરૂ થશે.
તેમની અંતિમ યાત્રા કામરાજ માર્ગથી શરૂ કરવામાં આવશે અને દિલ્હી છાવણીના બ્રાર સ્ક્વેર સ્મશાન ગૃહમાં લઈ જવામાં આવશે.HS