ઉત્તરાખંડ એસટી નિગમની ૪૦ વોલ્વો બસ ગુજરાતી યાત્રિકો સાથે શામળાજી પહોંચી : હરીદ્રાર અને રૂષીકેશ જાત્રાએ ગયેલા યાત્રીકો પરત ફર્યા

સમગ્ર ભારતમાં લોકડાઉન સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાંથી હરિદ્વારા અને રૂઋીકેશ ગયેલા યાત્રીઓ લોકડાઉનમાં ફસાઈ ગયા હતા. જેઓ શનિવારના રોજ પરત ફરતાં શામળાજી ચેકપોસ્ટ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉત્તરાખંડ એસટી નિગમની ૪૦ જેટલી બસો દ્વારા સુરત અને ભાવનગરના યાત્રીકો પરત ફરતાં તમામ યાત્રીકોનું સ્ક્રિનીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસતંત્ર ખડેપગે ફરજ બજાવી હતી સેવાકીય સંસ્થાઓએ યાત્રાળુઓ માટે ચા-નાસ્તા અને જમવાની વ્યવસ્થા પુરી પાડી હતી ગુજરાત પરત ફરતા જ યાત્રાળુઓએ હાશકારો અનુભવ્યો હતો
કોરોનાનો ભરડો દિવસેને દિવસે મજબૂત થતો જાય છે. હાલમાં ગુજરાતમાં ૫૩ જેટલા કોરોના પોઝીટીવ કેસ છે ત્યારે સરકાર દ્વારા બોર્ડરોને સીલ કરવાની કાર્યવાહી સાથે બહાર આવવા જવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. દેશને લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં લોકોએ ઘરની બહાર ન નિકળવું તેવા આદેશો કરવામાં આવ્યા છે પરંતુ લોકડાઉન જાહેર થયા પહેલાં ગુજરાતના જે લોકો બહાર ફરવા ગયા હતા તેઓ ફસાઈ ગયા હતા. જો કે અન્ય રાજ્યની સરકાર દ્વારા બહારના લોકોને તેઓના રાજ્યમાં પહોંચાડવા માટે એસટી નિગમની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેના દ્વારા ગુજરાતના સુરતના અને ભાવનગરના યાત્રીકો હરદ્વારા અને રૂષીકેશ ફરવા માટે ગયા હતા. તેઓને શનિવારના રોજ ઉત્તરાખંડ એસટી નિગમની ૪૦ બસો દ્વારા ગુજરાત બોર્ડરે શામળાજી રતનપુર ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં આ યાત્રીકોનું સ્ક્રનિંગ કરવામાં આવ્યું હતું.