ઉત્તરાખંડ પોલીસે મૂસેવાલા હત્યા કેસમાં છ ને ઝડપ્યા
દહેરાદૂન, ઉત્તરાખંડ પોલીસના એસટીએફે આજે સવારે ચેકિંગ દરમિયાન હેમકુંડથી પરત ફરી રહેલા ૬ શકમંદોને પકડી લીધા હતા. જ્યારે આ તમામ પંજાબ નંબરના સફેદ અર્ટિગા કારમાં પરત ફરી રહ્યા હતા ત્યારે પંજાબ પોલીસ પણ નયા ગામ પેલીયોન પોલીસ ચોકી પાસે પહોંચી હતી.
જણાવવામાં આવી રહ્યું છે કે, આ ૬ લોકોની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ બધામાં સામેલ એક શીખ યુવક પર આ મર્ડર મિસ્ટ્રીનું કાવતરું હોવાની આશંકા છે કારણ કે તેણે થોડા દિવસ પહેલા તે ગાડીનો ઉપયોગ કર્યો હતો જેમાં હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
પોલીસને શંકા છે કે, તેણે આરોપીને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો અને ત્યારબાદ તે તેના સહયોગીઓ સાથે હેમકુંડ આવ્યો હતો. કસ્ટડીમાં લેવામાં આવેલી આ વ્યક્તિનો ગુનાહિત ઈતિહાસ છે અને તે ખૂબ જ હોંશિયાર હોવાનું કહેવાય છે.
નોંધનીય છે કે, સિંગર સિદ્ધુ મૂસેવાલાની રવિવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેના પિતા બલકૌર સિંહે કહ્યું હતું કે, તેમનો પુત્ર રવિવારે પોતાના ૨ મિત્રો સાથે જીપમાં બેસીને નીકળ્યો હતો અને આ દરમિયાન તે પોતાના ગનમેન અને બુલેટપ્રૂફ ગાડીને ઘરે છોડીને ગયો હતો.
આ કારણે હું તેની પાછળ ગયો ત્યારે ૨ ગાડીયો તેની જીપનો પીછો કરી રહ્યી હતી. અચાનક બંને ગાડીયોએ જીપને ઘેરી લીધી અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ આરોપી નાસી છૂટ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ત્યારબાદ હું સિદ્ધુ અને તેના મિત્રોને હોસ્પિટલ લઈ ગયો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાનું કહેવાય છે. આ ગેંગ પોતે જ મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. ગેંગસ્ટર ગોલ્ડી બરાડ ફેસબુક પોસ્ટ કરીને હત્યાની કબૂલાત કરી છે. બરાડ હાલ કેનેડામાં હાજર છે. હત્યા બાદ પંજાબના ડીજીપી વીકે ભાવરાએ જણાવ્યું હતું કે, મૂસેવાલાની હત્યા માટે ગોલ્ડૂી બરાડ અને તિહાડ જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈ જવાબદાર છે.SS2KP