ઉત્તરાખંડ બાદ બંગાળથી સિક્કિમ સુધી વરસાદથી તબાહી
નવી દિલ્હી, દેશના કેટલાક ભાગમાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે. ઉત્તરાખંડ, કેરળ બાદ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ સતત થઈ રહેલા વરસાદે મુસીબત કરી છે. સિક્કિમ અને પશ્ચિમ બંગાળના જલપાઈગુડી અને દાર્જિંલિંગમાં લેન્ડસ્લાઈડના કારણે કેટલાક રોડ બંધ થઈ ગયા છે.
બંગાળના જલપાઈગુડી અને દાર્જિલિંગના પહાડી વિસ્તાર પર છેલ્લા 45 કલાકથી સતત થઈ રહેલા વરસાદના કારણે કેટલાક સ્થળો પર લેન્ડસ્લાઈડની ઘટનાઓ સામે આવી છે. મહાનદીમાં એનએચ 55 પર ભૂસ્ખલન થયુ છે. સુકના સુધી રસ્તા જામ થઈ ગયા છે. કુરસ્યોંગમાં લેન્ડસ્લાઈડના કારણે ઘરને પણ નુકસાન પહોંચ્યુ છે. ઘટનાના કારણે ઘરે કોઈ હાજર નહોતુ.
કુરસ્યોંગમાં ભૂસ્ખલન બાદ કેટલાક ઘર પર પડવાનુ જોખમ છે. એવામાં પરિવારની પાસેના હોલમાં સ્થળાંતરિત કરી દેવાયા. સતત થઈ રહેલા વરસાદના કારણે અહીંના ગ્રામીણ વિસ્તાર પણ શહેરોથી કપાઈ ગયા છે.