ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની સંભાવના
બેંગ્લુરૂ: ઉત્તરાખંડ બાદ હવે કર્ણાટકમાં પણ પરિવર્તનની અટકળો શરૂ થઈ ગઈ છે. યેદિયુરપ્પા મંત્રીમંડળમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. સંભવિત છે કે આ જ કારણથી કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. યેદિયુરપ્પા આજે દિલ્હી પહોંચશે. દિલ્લી તેઓ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાને મળે તેવી સંભાવના છે.
જાે કે, કર્ણાટકના મુખ્ય પ્રધાન બી.એસ. યેદિયુરપ્પાએ આવી શક્યતાઓ નકારી દીધી હતી. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતાઓ સાથે બેઠક બાદ આ સંદર્ભે કોઈપણ ર્નિણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન સાથે વાતચીત કરવા માટે તેમજ રાજ્યના વિકાસ, સિંચાઈ પ્રોજેક્ટ્સ અને અન્ય મુદ્દાઓ પર કેન્દ્રીય મંત્રિઑને મળવા માટે દિલ્લી જઈ રહ્યા છે.
જાે કે પાર્ટી સુત્રોના જણાવ્યા અનુસાર રાજયમાં યેદિયુરપ્પાની સામે વિરોધ ઉગ્ર થઇ રહ્યો છે અને ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રીની વિરૂધ્ધ અવાજ બુંલદ કરી રહ્યાં છે તાજેતરમાં કેટલાક ધારાસભ્યોએ જાહેરમાં મુખ્યમંત્રી સામે વિરોધ વ્યકત કર્યો હતો.