ઉત્તરાખંડ હરિદ્વારમાં કુંભ મેળાને લઇ પ્રશાસને તૈયારી શરૂ કરી
હરિદ્વાર, કુંભ મેળાને ભવ્ય અને સુંદર બનાવવા માટે મેળા પ્રશાસન દ્વારા તમામ રીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે કુંભને સનાતની રંગ આપવા માટે મેળા પ્રશાસન દ્વારા હરિદ્વાર હર કી પૌડીના ગંગા કિનારે તમામ હોટલ અને ધર્મશાળાઓને એક જ રંગમાં રંગવાનું કામ કરવામાં આવી રહ્યું છે આ કામ ખુબ જાેરજાેરથી ચાલી રહ્યું છે મેળા અધિકારી દીપક રાવત દ્વારા આ કાર્ય ને કરાવવા માટે અપર મેળા અધિકારી હરવીર સિંહને જવાબદારી સોંપવામાં આવી છે અને તેમના દ્વારા સતત ક્ષેત્રનું નિરીક્ષણ કરી હોટલ અને ધર્મશાળા વાળાઓને દિશા નિર્દેશ પણ આપવામાં આવી રહ્યો છે જયારે ભાજપના જનપ્રતનિધિઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે હર કી પૌડી સહિત તમામ કુંભ મેળાને એક જેવા રંગમાં રંગવાનું કાર્ય કરવામાં આવે જેથી કુંભ મેળો ભવ્ય અને સુંદર જાેવા મળે.
હરબીર સિંહનું કહેવુ છે કે હર કી પૌડી ગંગા ઘાટની નજીક જેટલી પણ હોટલ ધર્મશાળા આવાસીય ભવન કે વ્યવસાય ભવન છે તમામને જીલ્લા પ્રશાસન દ્વારા કલર કોમ્બિનેશન આપવામાં આવ્યું છએ તમામ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે મેળા પ્રશાસન ઇચ્છે છે કે કુંભ પહેલા એક જ રંગમાં શહેર જાેવા મળે જેથી હરિદ્વાર આવનારા શ્રધ્ધાળુઓને અલગ જ નજારો જાેવા મળે. હર કી પૌડીની સાથે સંત બહુમૂલ્ય ક્ષેત્ર કનખલન ેપણ એક જ રંગમાં રંગવાની હરિદ્વાર નગર નિગમ નતા અને વિરોધ પક્ષ અન ભાજપના સભાસદે માંગ કરી છે નગર નિગમના નેતા ગુડ્ડુ અગ્રવાલે કહ્યું હતું કે કુંભ મેળામાં મેળા પ્રશાસન દ્વારા હરિદ્વાર હર કી પૌડી ગંગા ઘાટની નજીક ભવનોને એક જ રંગમાં રંગવામાં આવે જેથી જે પણ શ્રધ્ધાળુ મેળામાં ગંગા સ્ના કરવા આવે તેમે અલગ જ અનુભતિ પ્રાપ્ત થાય હું મેળા પ્રશાસનને વિનંતી કરૂ છું કે હક કી પૌડીની સાથે હરિદ્વારના તમામ કુંભ ક્ષેત્રને પણ એક જ રંગમાં રંગવામાં આવે.HS