Western Times News

Gujarati News

ઉત્તરાયણના પર્વ બાદ ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરાશે

પ્રતિકાત્મક

અમદાવાદ: દેશમાં નાગરિક સુધારા કાનુનના સમર્થન અને વિપક્ષમાં જારદાર અભિયાન જારી છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કાનુનના સમર્થનમાં દેશવ્યાપી અભિયાનનો દોર ચાલી રહ્યો છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદમાં ભાજપ કાર્યકરોએ દેશના ગૃહમંત્રીને પાંચ લાખથી વધારે પોસ્ટ કાર્ડ સોપ્યા છે. આમા અમદાવાદની જનતાએ વડાપ્રધાન અને ગૃહમંત્રીને નાગરિક સુધારા કાનુનને લઈને સમર્થનની વાત કરી છે.


અમિત શાહ શનિવારના દિવસે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા હતા. આ ગાળા દરમિયાન તેમના નેતૃત્વમાં ભાજપના અનેક કાર્યક્રમો યોજાયા હતા. આવા જ એક કાર્યક્રમનું આયોજન રાત્રે નારાયણપુરામાં કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના સંસદીય ક્ષેત્ર તરીકે પણ આને ગણવામાં આવે છે.

આ અવસર પર અમદાવાદ શહેર ભાજપના કાર્યકરોએ અમિત શાહને ૫.૭૭ લાખ પોસ્ટ કાર્ડ સોપ્યાં હતા. આ પોસ્ટ કાર્ડમાં નાગરિક સુધારા કાનુને સમર્થન આપવામાં આવ્યું છે. આ અવસરે ગૃહમંત્રીએ ભાજપ કાર્યકરોને અપીલ કરતા કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનુનના સંદર્ભમાં સામાન્ય લોકોને જાગૃત કરવાની જરૂર દેખાઈ રહી છે.

આ કાનુન જનતાને અધિકાર આપે છે. તેમના અધિકાર આચકી લેવા માટે આ કાનુન નથી. ભાજપના કાર્યકરો સામાન્ય લોકોને જાગૃત કરીને તેમના સમર્થનમાં મિસકોલ કરાવે તે જરૂરી છે. કાર્યકરો આ અભિયાનમાં પોતાની ભૂમિકા પુરવાર કરે તે જરૂરી છે. આ જનજાગૃતિ અભિયાનમાં જારદાર રીતે ભાગ લઈ રહ્યા છે. તે બાબત સાબિત કરવાની કાર્યકરો પાસે તક રહેલી છે.

જનજાગૃતિ મારફતે જ ભાજપ વિપક્ષના ભ્રામક પ્રચારનો પર્દાફાશ કરી શકશે. મુખ્યમંત્રીના આવાસ ઉપર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ સંગઠનના મોટા પાયે ફેરફારના સંકેત દેખાઈ રહ્યા છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં હોદ્દેદારોની નિમણૂંક થઈ શકે છે. આ બેઠક દોઢ કલાક સુધી ચાલી હતી. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.