ઉત્તરાયણના પુર્વે આમોદના પતંગ બજારમાં મંદીનો માહોલ સર્જાતા વેપારીઓ ચિંતાતુર
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, છેલ્લા કેટલાય દિવસોથી પતંગ રસિયાઓ ઉત્તરાયણ પર્વની રાહ જોઈ રહ્યા છે.જયારે ઉત્તરાયણના તહેવારને હવે માત્ર આંગળીઓના તેળવે ગણી શકાય એટલા જ દિવસો બાકી રહ્યા છે.ત્યારે ઉત્તરાયણ ટાણે બજારોમાં પતંગ રસિયાઓની પાંખી હાજરીને લઈ આમોદના વેપારીઓ ગ્રાહકોની અછત સેવી રહ્યા છે.
આમોદના વેપારીઓ દ્વારા પતંગના તેમજ દોરીઓના ઢગલે ઢગલા ઠેર ઠેર આમોદના બજારમા જોવા મલી રહ્યા છે.પરંતુ ખરીદી માટે ગ્રાહકોની પાંખી હાજરીને પગલે વેપારીઓમા ચિંતાનુ મોજુ છવાઈ જવા પામ્યુ છે.
પતંગ દોરીની દુકાન ધરાવતા વેપારીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે કોરોનાની મહામારીને કારણે ગત વર્ષ
કરતા આ વર્ષે ખરીદી કરવા આવતા ગ્રાહકોની સંખ્યામાં વ્યાપક ઘટાડો જોવા મલી રહ્યો છે.ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે ઘરાકી ન હોવાના કારણે વેપારીઓ મુંઝવણમાં મુકાયા છે.જયારે ઉત્તરાયણનો દિવસ નજીક આવશે તેમ તેમ ખરીદીમાં તેજી આવશે એવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.