ઉત્તરાયણમાં મહેમાનને બોલાવવા ઉપર અમે પોલીસ બોલાવીશું
બોપલમાં સફલ પરિસરના અધ્યક્ષ, વનરાજસિંહ રાજપૂતે કહ્યું અમને ખબર છે કે અમારી સોસાયટીમાં રહેતા સભ્યો કાયદાનું પાલન કરતા નાગરિકો છે અને તેથી તેઓ ટેરેસ પર ભીડ નહીં કરે.
અમદાવાદ: હાઉસિંગ સોસાયટીઓએ ઉત્તરાયણની ઉજવણી માટે માત્ર બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધિત જ નથી મૂકી કરી દીધો, પરંતુ રહેવાસીઓને ચેતવણી પણ આપી છે કે જાે સોસાયટીમાં રહેતા લોકો તેમના ટેરેસ પર ઉત્તરાયણની ઉજવણી માટે પોતાના મિત્રો, સગા સંબધીઓ સહિતાના લોકોને બોલાવશે અથવા કોવિડ-૧૯ના નિયમોને તોડશે તો સોસાયટી પોલીસને ફરિયાદ કરીને બોલાવશે.
મેમનગરના સર્જન ટાવરના અધ્યક્ષ દેવેન્દ્ર ભાવસારએ જણાવ્યું કે, અમે વ્યક્તિગત બ્લોક્સના અધ્યક્ષોને કહ્યું છે કે કોરોનાની સ્થિતિ અને સરકારની ગાઈડ લાઈનને જાેતા ઉત્તરાયણની ઉજવણી દમરિયાન બહારના લોકોનો સોસાયટીમાં અંદર પ્રવેશ ન થાય તે સુનિશ્ચિત કરવું જાેઈએ.
તેમણે વધુમાં કહ્યું કે આ સાથે સોસાયટીના સિક્યોરિટી ગાર્ડને પણ આ સમય દરમિયાન વધારે પડતું જાગૃત રહેવાનું અને કોઈપણ અનધિકૃત પ્રવેશ ન કરવા દેવામાં આવે તે અંગે કહેવામાં આવ્યું છે.
આ ઉપરાંત, દરેક બ્લોક માટે અમારી પાસે એક નાની ટેરેસ છે અને તેથી સભ્યોને કહ્યું છે કે ૧૦ થી વધુ વ્યક્તિઓ ત્યાં ભેગા ન થાય. ઘણી સોસાયટીઓએ ટેરેસ પર મ્યુઝિક પર પ્રતિબંધ મુકવાના પરિપત્રો પણ સર્ક્યુલેટ કર્યા છે.
વેજલપુરના બકેરી સિટીમાં સ્મરણા એપાર્ટમેન્ટ્સના અધ્યક્ષ ડો.રતીશ નાયરે કહ્યું અમે સિક્યોરિટી ગાર્ડને દરેક એક કલાકમાં એકવાર ટેરેસની મુલાકાત લેવા અને કોઈ બાહ્ય વ્યક્તિ અંદર ન આવે તેની ખાતરી કરવા જણાવ્યું છે. નાયરે ઉમેર્યુંઃ અમારી પાસે એક સભ્ય તરફથી પોતાના દાદા-દાદીની પરવાનગી મેળવવા વિનંતી આવી હતી. તેમને એક ગેટ પાસ અપાશે જેથી તેઓ અંદર પ્રવેશી શકે.
પરંતુ તેના દાદા દાદીએ ટેરેસ પર આવવાનું સાહસ ન કરવું જાેઈએ. નાયરે જણાવ્યું હતું કે સોસાયટીના બાય લો અને કોઈ નિયમના ફરજીયાત અમલીકરણની સત્તા આપતા નથી, પરંતુ સરકારના આદેશથી અમને કેટલાક ધોરણો લાગુ કરવાની ફરજ પડી છે.
ઘરકામ કરવા આવતા, કામવાળી બાઈઓ અને સર્વિસ પ્રોવાઇડર્સ સિવાય કોઈ પણને સોસાયટીમાં રવિવાર ૧૫ જાન્યુઆરી સુધી પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બોપલમાં સફલ પરિસરના અધ્યક્ષ, વનરાજસિંહ રાજપૂતે કહ્યું અમને ખબર છે કે અમારી સોસાયટીમાં રહેતા સભ્યો કાયદાનું પાલન કરતા નાગરિકો છે અને તેથી તેઓ ટેરેસ પર ભીડ નહીં કરે.
રાજપૂતે ઉમેર્યું અમારો અનુભવ સૂચવે છે કે સોસાયટીમાં રહેતા ઘણા સભ્યો પતંગ ઉડાવતા જ નથી અને તેથી અમે અપેક્ષા રાખીએ છે કે તેઓ ઉત્તરાયણને લઈને આપવામાં આવેલી સરકારની માર્ગદર્શિકાનું પાલન કરશે. તેમણે આગળ કહ્યુંઃ “અમે સોસાયટીમાં સામાજિક અંતર જાળવી રાખીને કાર્યક્રમો યોજવાનું વિચારી રહ્યા છીએ.
દિવાળી પછી અમારી સોસાયટીમાં ૪૨ કોરોના કેસ હતા અને આજે અમારી સોસાયટીમાં એક પણ કોરોના કેસ નથી. તેવી જ રીતે શહેરના પોશ વિસ્તાર ગણાતા સેટેલાઇટમાં સુરેલ એપાર્ટમેન્ટ્સના કેરટેકર અમૃત દેસાઈએ કહ્યું અમે સોસાયટીમાં રહેતા દરેક સભ્યોને સામાજિક અંતર જાળવી રાખીને તહેવારની મજા માણવા કહ્યું છે.
તેમણે ઉમેર્યું અમે સોસાયટીમાં ક્યાંય પણ ભેગા થવા માટે વધુમાં વધુ ૨૦ લોકો સુધીની પરવાનગી આપી છે. તેનાથી વધુ લોકોને ભેગા ન થવા માટે જણાવ્યું છે. તેમજ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બહારના લોકોને સોસાયટીમાં પ્રવેશવાની મંજૂરી પર પ્રતિબંધ લગાવ્યો છે.
તેમણે કહ્યું હતું કે મ્યુઝિક સિસ્ટમ્સ અને ફટાકડા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત સેટેલાઇટમાં આવેલ અન્ય એક સોસાયટી ઇશાન -૧ ના અધ્યક્ષ, દિનેશ શેઠે કહ્યું અમે સુરક્ષા કર્મચારીઓને કહ્યું છે કે કોઈ પણ બહારના લોકોને મંજૂરી ન આપે અને સભ્યોને બહાર ન જવા કહ્યું છે.