Western Times News

Gujarati News

ઉત્તરાયણ પર્વ નિમિતે શહેરમાં ધાબા પોઇન્ટ અને ડ્રોનની ચાંપતી નજર રખાશે

અમદાવાદ, ઉત્તરાયણ પર્વને ધ્યામાં રાખી શહેર પોલીસે તકેદારીના શ્રેણીબદ્ધ પગલાઓ લેવાની શરૂઆત કરી દીધી છે. પતંગ ઉત્સવની ઉજવણી દરમિયાન અતિરેકને કારણે ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતીના પગલા રૂપે ઠેર ઠેર ધાબા પોઇન્ટો ગોઠવવાની સાથે નાઇટ પેટ્રોલિંગને વધુ મજબૂત બનાવ્યું છે. મકરસંક્રાંતિના દિવસે સંવેદનશીલ વિસ્તારો ઉપર ડ્રોન મારફતે તોફાની તત્ત્વો ઉપર બાજ નજર રાખવામાં આવશે.

ઉત્તરાયણના દિવસે ખાસ તો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને પોલીસે અલગ અલગ સ્થાનો ઉપર પોઇન્ટો ગોઠવી દીધા છે. તે સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં આવેલા મકાનો અને ધાબાઓની તલાશી અભિયાન શરૂ કરી દેવામાં આવી છે. જૂથ અથડામણ કે છેડતીના બનાવો ન બને તે માટે સ્થાનિક પોલીસ અધિકારીઓને કાળજી લેવા ઉપરાંત તોફાની ત¥વોને ઝડપી લેવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ બંને કોમના આગેવાનોએ તેમના વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ઉત્તરાયણના દિવસે પોલીસતંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલા હાથ ધરવામાં આવશે. ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં જૂથ અથડામણ ન થાય તે માટેની તમામ કાળજી પોલીસ દ્વારા લેવામાં આવી રહી છે. નાઇટ પેટ્રોલિંગ, તેમ જ સઘન વાહનચેકીંગ દ્વારા પોલીસતંત્ર શહેરની સલામતી અને શાંતિ જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરી રહ્યા છે.

પોલીસતંત્ર દ્વારા ખાસ સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે તેમાં શહેરના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસતંત્ર દ્વારા ધાબા પોઈન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મહિલા પોલીસ તેમ જ પોલીસ જવાનો ફાળવવામાં આવેલ પોઇન્ટ ઉપર હાજર રહીને દુરબીન અને અન્ય ઉપકરણો દ્વારા પતંગ રસિયાઓ ઉપર ખાસ વોચ રાખશે અને જરૂપ પડશે તો કેટલાક અસામાજિક તત્ત્વોની ધરપકડ કરીને જેલ ભેગા કરવામાં આવશે. તે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાય નહીં તે માટેના પ્રયાસો પોલીસ વિભાગ કરશે. એક અંદાજ પ્રમાણે દરેક સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારમાં જરૂરિયાત ૨૦થી રર જેટલા ધાબાઓ ઉપર ધાબા પોઇન્ટ ગોઠવીને પોલીસ જવાનો ખડેપગે હાજર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.