ઉત્તરાયણ પર્વ નિમિત્તે ભરૂચનું દંપતી રોજની ૯૦ કિલો તલપાપડી બનાવે છે
૩૦ વર્ષથી દંપતી તલસાંકળી ચીકી બનાવી પરિવાર નું ગુજરાન ચલાવી રહ્યુ છે.
ભરૂચ: ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે અવનવી વાનગી આરોગવાનો પણ અનેરો મહિમા રહેલો છે.ઉત્તરાયણ પર ત્યારે તલસાંકળી અને ચીકીનું પણ અનેરૂ મહાત્મ્ય રહેલું છે.ત્યારે ઉત્તરાયણ નો તહેવાર નજીક આવતા ભરૂચનું એક દંપતી રોજના ૯૦ કિલો ઉપરાંત તલસાંકળી અને ચીકી બનાવી રહ્યા છે.
ખારી સીંગ માટે વિશ્વ પ્રસિદ્ધ ભરૂચની પણ શહેર રાજ્ય અને દેશના સીમાડાઓ ઓળંગી વિદેશમાં પણ પોતાની ઓળખ સ્થાપિત કરી ચૂકી છે.ઉત્તરાયણ પર્વ પૂર્વે ભરૂચમાં જિંદગીના હંગામી સ્ટોલ મુખ્ય માર્ગો ઉપર ખડકાઈ ચૂક્યા છે.તો નાના મોટા પાયે ચીકી બનાવવા ના ગૃહ ઉદ્યોગો પણ ધમધમી રહ્યા છે.એક સમયે માત્ર સિંગની ગોળ સાથે ની ચીકી જ જોવા મળતી હતી પરંતુ હવે તેમાં વિવિધ સ્વાદ સોડમ અને સૂકામેવા સહિતની ચીજવસ્તુઓ થી બનતી ચીકી સ્વાદ રસીકો ને આકર્ષી રહી છે.
ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષ થી દંપતી ચીકી બનાવવા ના ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે.જેમાં નાનુભાઈ ઠાકોર અને તેઓના પરિવાર મોટા પાયે વેચાણ કરી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે.ચીકીની વિવિધ વેરાયટીમા સિંગ અને રાજગરાની માવા સૂકો મેવો વીગેરે ની ચીકી માં પણ તલવાળી ચીકી વિગેરેનો સમાવેશ થાય છે.જે રૂપિયા ૧૨૦ થી ૨૦૦ રૂપિયા કિલોના ભાવે મળી રહી છે
નાનુભાઈ ઠાકોર રોજની ૮૦ થી ૯૦ કિલો તલસાંકળી અને ચીકી બનાવી રોજગારી મેળવી રહ્યા છે.ઉત્તરાયણના ગણતરીના કલાકો બાકી હોય ત્યારે તેઓ રાત-દિવસ તલસાંકળી અને ચીકી બનાવવા માં વ્યસ્ત રહેતા હોય તેમ જણાવી રહ્યા છે.