ઉત્તરીય ઇટાલી સીલ : અંતે ન્યુયોર્કમાં ઇમરજન્સી હશે
વોશિગ્ટન: દુનિયાના દેશો કોરોના વાયરસના કારણે પરેશાન છે.સમગ્ર ઉત્તરીય ઇટાલી સીલ કરી દેવામાં આવ્યુ છે. જ્યારે અમેરિકાના ન્યુયોર્કમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઇટાલી, દક્ષિણ કોરિયા અને ઇરાનમાં હાલત કફોડી બનેલી છે. ઇન્ફેક્શનના કારણે દુનિયાના દેશોમાં હાહાકાર મચી ગયો છે. વેનિસ, મિલાન સહિતના મોટા ભાગના વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
એક ચતુર્થાંન્સ ઘરમાં લોકોને કેદ કરી દેવામાં આવ્યા છે. ઇટાલીમાં મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ઇત્તરીય ઇટાલીમાં મોટા ભાગના વિસ્તારમાં કઠોર નિયંત્રણો લાગુ કરી દેવામાં આવ્યા છે. અમેરિકાના ચાર રાજ્યોમાં પહેલાથી જ ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. હાલમાં દક્ષિણ કોરિયા, ઇટાલી અને ઇરાનમાં કેસોની સંખ્યા ક્રમશ ૭૩૮૨, ૭૩૭૫ અને ૬૫૬૬ સુધી પહોચી ગઇ છે. ઇરાન અને ઇટાલી તેમજ કોરિયા પણ સૌથી વધારે પ્રભાવિત દેશો પૈકી એક છે.
અમેરિકાએ ૧૫ પ્રાંતોમાં કોરોનાના આતંક બાદ તેની સામે લડવા માટે ૮.૩ અબજ ડોલર અથવા તો ૬૧૩૮૪ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિનિધીસભામાં બિલ પસાર કરી દેવામાં આવ્યા બાદ અમરિકી સેનેટમાં પણ બંને પક્ષોએ આને પાસ કરી દેવાની તૈયારી દર્શાવી હતી. ચીન બાદ ઇટાલીમાં વાયરસથી સૌથી વધારે લોકોના મોત થયા છે.
કોરોના વાયરસના કારણે આશરે ૧.૫ કરોડ લોકોની અવરવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ઇટાલીમાં સિનેમાહોલ, થિયેટરોને બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં પણ આવી જ સ્થિતી બની રહી છે. હાલમાં તમામ દેશોમાં કોરોનાનો ભય પ્રવર્તી રહ્યો છે. જનજીવન પર માઠી અસર થઇ રહી છે. હાલમાં ઇટાલીમાં યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા છે.