ઉત્તર કોરિયાએ જાપાનના દરિયામાં ફેંકી બેલેસ્ટિક મિસાઈલ

નવીદિલ્હી, પરમાણુ શક્તિથી સંપન્ન દેશ બનવાની હોડમાં ઉત્તર કોરિયા સતત પરિક્ષણ કરતું જઈ રહ્યું છે. પોતાની જિદ્દના ચક્કરમાં તે હવે અમેરિકાનું પણ સાંભળી રહ્યું નથી. આ શ્રેણીમાં આજે ઉત્તર કોરિયાએ પોતાના હથિયારોનું પરિક્ષણ કરતાં જાપાનના દરિયામાં એક બેલેસ્ટિક મિસાઈલ ફેંકી દીધી છે. દક્ષિણ કોરિયા અને જાપાની સેનાએ આ અંગેની જાણકારી આપી છે.
અમેરિકાએ ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર કાર્યક્રમ પર પોતાની કૂટનીતિ ફરી શરૂ કરી દીધી છે જેના થોડા જ કલાકો બાદ ઉત્તર કોરિયાએ સમુદ્રમાં મિસાઈલ ફેંકી છે.
એક મહિનાના લાંબા અંતરાલને ખતમ કરતાં ઉત્તરી કોરિયા સિયોલને શરતી શાંતિ પ્રસ્તાવ આપતાં પોતાના હથિયારોના પરિક્ષણમાં ઝડપ લાવી રહ્યું છે. દક્ષિણ કોરિયાના જાેઈન્ટ ચીફ ઑફ સ્ટાફે તુરંત એ ન જણાવ્યું કે આ કયા પ્રકારની બેલેસ્ટિક મિસાઈલ હતી અને તે કેટલે દૂર સુધી ગઈ હતી. જાપાનના તટ રક્ષકે તુરંત જ જહાનોને એક સમુદ્રી સુરક્ષા સલાહ આપી હતી પરંતુ એ ખબર પડી શકી નહોતી કે હથિયાર ઉતર્યું ક્યાં હતું ?
અહેવાલો અનુસાર સોલના જાેઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફે જણાવ્યું કે ઉત્તર કોરિયાએ પ્રોજેક્ટાઈલને સમુદ્રની પૂર્વ દિશામાં ફેંકી હતી. આ અંગે પહેલાંથી કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એમ બન્ને દેશોએ જ સપ્ટેમ્બરમાં પોતાની નવી મિસાઈલોનું પરિક્ષણ કર્યું હતું. હવે બન્ને દેશોના આ પરિક્ષણ બાદથી કોરિયન દરિયામાં હથિયારોની દોડ શરૂ થઈ ગઈ છે પરિણામો ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.HS