ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ પાતળા થઈ ગયા
પેયોંગયાન, પોતાની જનતા પર અજીબો ગરીબ ફરમાનો લાગુ કરનારા નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જાેંગ દુબળા પાતળા થઈ ગયા છે. કિમ જાેંગ તાજેતરમાં જ પાર્ટીના કાર્યક્રમમાં દેખાયા હતા અને તેની તસવીરોમાં જાેઈ શકાય છે કે, કિમ જાેંગ દુબળા પાતળા થઈ ગયા છે .તેમના વજનમાં ખાસો ઘટાડો થયો છે.તેમનો ચહેરો પણ બદલાઈ ગયેલો દેખાય છે.આ તસવીર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ પબ્લિશ કરી છે.તેમનો ચહેરો પહેલા જેવો ગોળમટોળ દેખાતો નથી.
વજનમાં ઘટાડાનુ કારણ પણ આશ્ચર્યજનક છે.નોર્થ કોરિયાના સરકારી અધિકારીનુ કહેવુ છે કે, કિમ જાેંગ દેશમાં ભૂખમરા જેવી સ્થિતિના કારણે ઓછુ ખાવાનુ ખાઈ રહ્યા છે.તેમણે દેશના લોકોને પણ અનાજનુ ઉત્પાદન વધે નહીં ત્યાં સુધી ઓછુ ખાવા માટે અપીલ કરી હતી.
કિમ જાેંગે ઓકટોબરમાં પોતાના નાગરિકોને કહ્યુ હતુ કે જ્યાં સુધી નોર્થ કોરિયાની ચીન સાથેની બોર્ડર ખોલવામાં ના આવે ત્યાં સુ ધી લોકોએ ઓછુ ખાવુ પડશે. દરમિયાન યુનાઈટેડ નેશન્સનો પણ અંદાજ છે કે, આ વર્ષે નોર્થ કોરિયામાં ૮.૬૦ લાખ ટન અનાજની અછત છે.SSS