Western Times News

Gujarati News

ઉત્તર કોરિયાના હેકર્સે 60 કરોડ ડોલરની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી

પ્યોંગયાંગ, ઉત્તર કોરિયાની સરકાર સાથે જોડાયેલા હેકર્સની એક ટોળકીએ માત્ર એક જ ઝાટકે યુએસમાંથી $600 મિલિયનની કિંમતની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. અમેરિકાના એફબીઆઈના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયા સાથે જોડાયેલા લાઝારસ ગ્રૂપ અને એપીટી38એ ઈથેરિયમમાં આ ચોરીને અંજામ આપ્યો છે. Ethereum એક પ્રકારની ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલું ટેકનોલોજી પ્લેટફોર્મ છે.

એફબીઆઈની તપાસમાં જાણવા મળ્યું છે કે હેકર્સે એક્સી ઈન્ફિનિટીના કોમ્પ્યુટર નેટવર્કને તોડીને આ મોટી ચોરી કરી છે. Axi Infinity એક પ્રકારની વિડિયો ગેમ છે જેના દ્વારા ખેલાડીઓ ક્રિપ્ટોકરન્સી કમાઈ શકે છે.

આ વિડિયો ગેમ બનાવનારી કંપની સ્કાય મેવિસે કહ્યું કે કેટલાક અજાણ્યા હેકર્સે તેના દ્વારા ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર નેટવર્કમાંથી $600 મિલિયનની કિંમતની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે.

સાયબર નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયાની આવકનો મુખ્ય સ્ત્રોત સાયબર હુમલા છે. ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન સત્તામાં આવી રહ્યા છે ત્યારથી તે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

એટલું જ નહીં ડિજિટલ કરન્સી ટ્રાન્ઝેક્શન પર નજર રાખનારી એક ફર્મના જણાવ્યા અનુસાર લાઝારસ ગ્રુપે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ $1.75 બિલિયનની કિંમતની ક્રિપ્ટોકરન્સીની ચોરી કરી છે. ગૂગલના સંશોધકોએ તાજેતરમાં બે અલગ-અલગ કથિત હેકિંગ હુમલાનો પણ પર્દાફાશ કર્યો છે. જેના નિશાના પર અમેરિકાના મીડિયા, આઈટી, ક્રિપ્ટોકરન્સી અને ફાઈનાન્સિયલ ટેક્નોલોજી ક્ષેત્રો સાથે સંકળાયેલી સંસ્થાઓ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.