ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ, કિમ જોંગે ઈમરજન્સી લગાવી
દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ચાલું છે ત્યારે ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. દેશમાં કોરોનાનો આવો પહેલો કેસ સામે આવતા જ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગે કટોકટી જાહેર કરી દીધી છે. રોયટર્સે સ્થાનિક મીડિયાનો હલાવો આપતા એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને ગેરકાયદે રૂપથી સીમા પાર કર્યા બાદ દક્ષિણ કોરિયાથી પરત ફરેલા કોવિડ-19 સંકાશ્પદની જાણકારી સામે આવ્યા બાદ આપાતકાલીન પોલીસ બ્યૂરોની બેઠક બોલાવી હતી. અને ઈમરજન્સી જાહેર કરી દીધી હતી.
રિપોર્ટ પ્રમાણે જો આ માલાની પુષ્ટી થાય છે તો આ ઉત્તર કોરિયાઈ અધિકારીઓ દ્વારા સત્તાવાર રીતે સ્વીકાર કરવામાં આવનારો કોરોના વાયરસનો પહેલો કેસ હશે. ઉત્તર કોરિયાની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ (KCNA) જણાવ્યું હતું કે, એક વ્યક્તિ જે ત્રણ વર્ષ પહેલા દક્ષિણ કોરિયા ગયો હતો. તે આ મહિને સીમા પાર કરીને પરત ફર્યો હતો. આ વ્યક્તિમાં જ કોવિડ-19ના લક્ષણો મળ્યા હતા. જોકે, KCNAએ નથી જણાવ્યું કે આ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. પરંતુ એ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ છે. રક્ત સ્ત્રાવ પણ થયો છે. જોકે, એ જણાવવામાં આવ્યું છે તેનું મેડિકલ ચેકઅપ જરૂર કરવામાં આવ્યું છે. અત્યારે તે દેખરેખ હેઠળ છે.
ઉત્તર કોરિયાના ક્યુગહી વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસરે જણાવ્યું કે આ જાહેરાત કરવી મહત્વપૂર્ણ છે. ઉત્તર કોરિયા પહેલીવાર શંકાસ્પદ કોરોના વાયરસનો કેસ અંગે જ નહીં પરંતુ આનાથી એક પ્રકારની મદદની અપીલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ શરુઆતથી જ પોતાની દેશની બધી સીમાઓને સીલ કરી દીધી હતી. આ ઉપરાંત તેણે વિદેશી પર્યટકોના આવવા જવા ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. એપ્રિલ-મે મહિનામાં હજારો લોકોને શકના આધારે ક્વોરંન્ટાઈ કરવામાં આવ્યા હતા. એક સત્ય એ પણ છે કે પોતાના પરમાણું કાર્યક્રમને લઈને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયા ભારે આર્થિક દબાણમાં છે. આ વચ્ચે કોરોનાનો મામલો સામે આવવાથી આર્થિક દબાણ વધારે વધી ગયું છે.