ઉત્તર ગુજરાતની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ગ્રોમોર સ્કૂલમાં વાર્ષિકોત્સવની ધમાકેદાર ઉજવણી
મોડાસા: ઉત્તર ગુજરાતની ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા ગ્રોમોર સ્કૂલમાં વાર્ષિકોત્સવની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી.જેમા મુખ્ય મહેમાન તરીકે શ્રી અનિરૂદ્ધભાઈ પટેલ (હિંમતનગર નગરપાલિકા પ્રમુખ), શ્રીમતી ભાગ્યશ્રી પટેલ (નાયબ મામલતદાર) તથા સંસ્થાના ટ્રસ્ટી શ્રી બી.એલ.પટેલ ,શ્રી એમ.એલ પટેલ શ્રી એચ.જે. પટેલ તથા શાળાના આચાર્ય શ્રી જી.એસ.સર ડાયરેક્ટર શ્રી અવિનાશ પટેલ તથા શ્રી એચ.બી.પટેલ સર ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
જેમા જુનિયર કે.જી. થી લઈને ધોરણ ૧૧ સુઘી ના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈને શાળામાં ઉપસ્થિત પ્રેક્ષકો ને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં ડાન્સમાં ધમાલ , કોમેડી, મસ્તી ખોર, ગરબા ,પુલવામા એટેક, માઈમ, ઉરી, સરદાર ,નિભૅયા, શંકરા જેવી કૃતિઓ આબેહૂબ રીતે રજૂ કરવામાં આવી હતી.સાથે સાથે ગત વર્ષે દરેક ધોરણમાં પ્રથમ આવેલ અને સ્પોર્ટ્સમાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ સર્ટી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ઉપરાંત વિવિધ પાસાં ધ્યાને લઇ કેટલાક શિક્ષકોને “બેસ્ટ ટીચર” તરીકે બહુમાન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય શ્રી જી.એસ. સરે શાળામાં ચાલતી સહ અભ્યાસિક પ્રવૃતિઓ પર પ્રકાશ પાડ્યો હતો. સાથે સાથે શાળાના ડાયરેક્ટર શ્રી અવિનાશ સરે શાળામાં વિદ્યાર્થીઓ માટે ઉત્તમ અભ્યાસની માટેની કેટલીક રૂપરેખા આપી હતી. આ રીતે વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેના બદલ શાળાના ટ્રસ્ટી મંડળે પણ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.