ઉત્તર ગુજરાત : ૨૯૦ દિવસ પછી શૈક્ષણીક સંકુલો ધમધમી ઉઠ્યા
માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની ચુસ્ત અમલવારી, દરેકનું ટેમ્પરેચર ગનથી તપાસ
કોરોના સંક્રમણને પગલે રાજ્યમાં ૨૩ માર્ચ-૨૦૨૦ થી શૈક્ષણીક કાર્ય બંધ રાખવાની ફરજ પડતા શાળાઓને તાળા લગાવી દેવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ ઘરેથી ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા હતા પરંતુ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટરનેટના ધાંધિયાને પગલે અનેક વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણથી વંચીત રહેવું પડ્યું હતું ૩૦૧ દિવસ પછી ધો-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કરતા સોમવારે શૈક્ષણિક સંકુલ ધમધમી ઉઠ્યા હતા અરવલ્લી જીલ્લામાં આવેલ ૨૦૦ થી વધુ શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચતા શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા હતા તમામ શાળાઓમાં સરકારે જાહેર કરેલ કોવીડ-૧૯ ની ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલવારી કરવામાં આવી હતી જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલે મોડાસાની હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને આવકાર્યા હતા
અરવલ્લી જીલ્લાની ૨૦૦ થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા ૨૦ હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી ૨૪૫૬૬ જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ લેખીત સંમતિ આપી હતી જેમાં ધો.૧૦ માં સંમતિ આપનાર ૧૫૭૮૫ વિદ્યાર્થીઓમાંથી ૫૧૭૪ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે પહોંચ્યા હતા
જયારે ધો.૧૨ માં સંમતિ આપનાર ૮૭૮૧ વિદ્યાર્થીઓ માંથી ૨૧૫૭ વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ અભ્યાસ માટે શાળાએ પહોંચતા શાળા પરિવારે અને જીલ્લા શિક્ષણાધિકારી અને સ્ટાફે આવકાર્યા હતા શૈક્ષણીક સ્ટાફ અને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપતા પહેલા થર્મલગન થી તાપમાન માપવામાં આવ્યું હતું અને માસ્કનું પણ વીતરણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતા હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો
જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ સંચાલક મંડળો અને તંત્ર દ્વારા શાળાઓમાં વર્ગખંડોની સાફ સફાઈ,સેનેટાઈઝેશન ની કામગરી પૂર્ણ કરી દેવાઈ હતી અને સોમવારે પ્રવેશ દ્વારે પૂરતી તકેદારીઓ અને સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર હેઠળ વિદ્યાર્થીઓને હરખથી આવકાર્યા હતા