ઉત્તર ઝોનમાં મેગા ડીમોલેશનઃ અમદુપુરામાં ૩૬ દુકાનો દુર કરવાની કાર્યવાહી
અમદુપુરામાં પરમીટવાળી ૩૬ દુકાનો દુર કરવાની કાર્યવાહી શરૂ : અશોકમીલ ચાલી પાસેની ૩પ દુકાનો પણ તોડી પાડવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના કોમર્શીયલ કોમ્પલેક્ષોમાં પાર્કીંગમાં થયેલ દબાણો દુર કરવા છેલ્લા એક સપ્તાહથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. કમીશ્નરના આકરા વલણ બાદ એસ્ટેટ ખાતા દ્વારા દૈનિક સરેરાશ ૧પ૦થી ર૦૦ દુકાનો સીલ કરવામાં આવી રહી છે તથા તેને તોડવા માટેની કાર્યવાહી પણ શરૂ થઈ છે.
શહેરની ટ્રાફિક અને પા‹કગ સમસ્યાને હળવી કરવા માટે દબાણોની સાથે સાથે ટી.પી. રોડ પર નડતરરૂપ દબાણો પણ દુર કરવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે ઉતરઝોનમાં ૭ર દુકાનો તોડી રોડને પહોળો કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૦૮ની સાલથી શરૂ કરવામાં આવેલ જનમાર્ગ પ્રોજેકટનો તેની ડીઝાઈન મુજબ અમલ થયો નથી રોડની પહોળાઈ ઓછી હોવાના પરીણામે અનેક સ્થળે જનમાર્ગની બસો મીક્ષ ટ્રાફિકમાં દોડાવવાની ફરજ પડી રહી છે તેમજ આવા વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ વકરી રહી છે. કાલુપુરથી અમદુપુરાથી નરોડા સુધીના રૂટ પર આ જ પરિસ્થિથી જાવા મળી રહી છે.
તેથી તંત્ર દ્વારા આ રોડને પહોળો કરવા માટે રી ડીપીનો અમલ કરવામાં આવી રહયો છે. ઉત્તરઝોન એસ્ટેટ ખાતાના સુત્રોએ જણાવ્યા મુજબ અમદુપુરા વિસ્તારમાં પેટ્રોલપંપ પાસી પરમીટથી ૩૬ કેબીનો આપવામાં આવી હતી તે સમયે માસિક રૂ.ત્રણથી ભાડે આપવામાં આવેલી કેબીનોની પરમીટ ૧૬ નવેમ્બર ૧૯૯૧ના રોજ રદ કરવામાં આવી હતી જેની સામે પરમીટ ધારકો એ કોર્ટ કાર્યવાહી કરી મનાઈ હુકમ લીધો હતો.
કોર્ટ દ્વારા પ માર્ચ ૧૯૯૭ના રોજ મનાઈ હુકમ દુર કરવામાં આવ્યો હતો. તેમ છતાં અગમ્ય કારણોસર તંત્ર દ્વારા ૩૬ કેબીનો દુર કરવા માટે કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવી ન હતી. ટ્રાફિકની વકરી રહેલી સમસ્યાને ધ્યાનમાં રાખી ૩૬ કેબીનો દુર કરવામાં આવી રહી છે તદઉપરાંત અશોક મીલ ચાલીની સામે ૩૬ દુકાનો પણ તોડી પાડવામાં આવી છે. આ બંને સ્થળે ટી.પી સ્કીમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં જનમાર્ગ કોરીડોરના બદલે મીક્ષ ટ્રાફિકમાં બસો દોડાવવાની ફરજ પડી રહી છે. જનમાર્ગ પ્રોજેકટના અમલીકરણ સમયે નિયમ મુજબ ટી.પી. રોડ નો અમલ કરવામાં આવ્યો ન હોવાથી આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી રહી છે. કોરીડોર પાસે સર્વિસ રોડની પહોળાઈ ખુબ જ ઓછી હોવાથી નાગરીકોને ના છુટકે જનમાર્ગ કોરીડોરમાં વાહન હંકારવાની ફરજ પડી રહી છે.
તેમજ અનેક વિસ્તારોમાં સાંકડા રોડના પરીણામે કોરીડોર લગાવવામાં આવ્યા નથી. આ બંને પ્રકારની સમસ્યાના કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની હોવાથી કમિશ્નરે નિયમ મુજબ રોડ પહોળા કરવા માટે આદેશ કર્યા છે. તદ્પરાંત કોરીડોરની આસપાસના કોમર્શીયલ કોમ્પલેક્ષોમાં પાર્કીંગ વ્યવસ્થાના અભાવે નાગરીકો તે રોડ પર વાહન મુકવાની ફરજ પડી રહી છે.
તેથી આ પ્રકારના બિલ્ડીંગોમાં પાર્કીંગની સમસ્યા દુર કરવા માટે પણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશ્નરે પાર્કીંગના સ્થળે થયેલ દબાણવાળા મિલ્કતોની બીયુ રદ કરવાનો પણ હુકમ કર્યો છે સાથે સાથે ઈમ્પેકટ અંતર્ગત ખોટી રીતે મંજુર કરવામાં આવેલી અરજીઓની બી.યુ. રદ કરી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે પણ આદેશ કર્યા છે.