પ્રોપર્ટી ટેક્ષ બાકી હોય તો ચેતી જજો, મ્યુ. કોર્પો. સઘન સીલીંગ ઝુંબેશ હાથ ધરશે

પ્રોપર્ટી ટેક્ષ નહી ભરનાર જુના ટેક્ષ ડિફોલ્ટરો સામે મિલ્કતવેરો ભરાવવા ઉત્તર પશ્ચિમ ઝોન ટેક્ષ ખાતાએ શરૂ કરી સીલીંગ કાર્યવાહી-કુલ ૧૦ મિલ્કતો સિલ કરવામાં આવેલ છે.
અમદાવાદમાં મિલ્કતવેરાની વસુલાત માટે પ્રોપર્ટી સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન તરફથી તથા સરકારશ્રી તરફથી પ્રોપર્ટી ટેક્ષમાં ૧૦% એડવાન્સ રિબેટ, બંધ મિલ્કતોને ટેક્ષ રાહત સાથે આત્મનિર્ભર ડિસ્કાઉન્ટ તથા જુના-નવા ટેક્ષમાં વ્યાજ માફી સ્કીમો વિ. રાહત અને પ્રોત્સાહનો કરદાતાની સવલત અને રાહત હેતુ જાહેર કરાયેલ છે.
તેમ છતાં મિલ્કતવેરો નહીં ભરનાર ડિફોલ્ટરો સામે જુના કરવેરા વસુલવા આવા રીઢા બાકીદારોની મિલ્કતો સિલ કરવાની કાર્યવાહી ઉત્તર પશ્ચિમ ઝોન ટેક્ષ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ ઝુંબેશ પૈકી તા. ૨૭/૦૧/૨૦૨૧, બુધવારના રોજ ચાંદલોડીયામાં પુષ્પરાજ ફ્લેટ, સિધ્ધિવિનાયક સોસાયટી, મૃદુલ પાર્કની પ મિલ્કતો અને ઘાટલોડીયામાં વાલ્કેશ્વર ફ્લેટ, મંજુશ્રી સોસાયટી, ખોડીયાર નગર, ભુમી નગર, લક્ષ્મણગઢની પ મિલ્કતો એમ કુલ ૧૦ મિલ્કતો સિલ કરવામાં આવેલ છે.
મ્યુનિસિપલ ટેક્ષ નોટિસો કે ચેતવણીઓ પ્રત્યે બિનગંભીર ડિફોલ્ટરો સામે જરૂર પડ્યે આવી નિયમ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવનાર હોઈ, આવા ડિફોલ્ટરોને તાત્કાલીક મિલ્કત વેરો ભરવા બાબતે તાકીદ કરવામાં આવેલ છે તથા આવનાર દિવસોમાં પણ મિલ્કતવેરાની વસુલાતની તથા સીલીંગ કરવાની કામગીરીને વધુ સઘન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવશે. સદર ટેક્ષ ડિફોલ્ટરોની માહિતી ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરશ્રી, ઉત્તર પશ્ચિમ ઝોનની કચેરીએથી મેળવી શકાશે.