ઉત્તર પ્રદેશનાં ગોરખપુરમાં શ્વાનોને લગાવવામાં આવી કોરોનાની રસી
નવી દિલ્હી, બે દિવસ બાદ કોરોના વેક્સિન લગાવવાનું શરૂ થઇ જશે, પરંતું આ પહેલા પશુ ચિકિત્સકોએ પણ નવો ઇતિહાસ રચ્યો છે, તેમણે બે મહિના પહેલા જ ગોરખપુરમાં અભિયાન ચલાવીને 10 હજારથી પણ વધુ શ્વાનોને કોરોનાની રસી લગાવી, જો કે તે કોરોના અને આ કોરોનાની રસીમાં જમીન-આકાશનો તફાવત છે.
કુતરાઓને લગાવવામાં આવી રહેલી કોરોના વેક્સિનને કોવિડ-19 સાથે કોઇ લેવા-દેવા નથી, ત્યાર બાદ પણ લોકો કુતરાઓને રસી લગવવા માટે પહોંચી રહ્યા છે, લોકોને હજુ પણ ડર છે કે ક્યાંક કુતરાઓને કોરોના ન થઇ જાય.
પશુ ચિકિત્સક ડો. સંજયએ જણાવ્યું કે અત્યાર સુધી 10 હજારથી પણ કુતરાઓને તેમના માલિકો દ્રારા કોરોનાની રસી લગાવવામાં આવી ચુકી છે, અત્રે ઉલ્લેખનિય છે કે કુતરાઓને થનારો કોરોના બિલકુલ ખતરનાક નથી, આ વાયરસનાં સ્ટ્રેનની અસર પણ ખુબ જ ઓછી છે, તેથી કુતરાઓને પણ નુકસાન નહીં થાય, પરંતું લોકો ડરનાં કારણે રસી લગાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે કુતરાઓને થતા કોરોનાની ઓળખ વર્ષ 1978માં થઇ હતી, પહેલો કેસ નિદેશમાંથી જ આવ્યો હતો, વર્ષ 2003થી તેની વેક્સિન આવવાની શરૂ થઇ, હાલ દેશમાં ઘણી કંપનીઓ કોરોના વેક્સિન બનાવી રહી છે, અને તેની કિંમત 400થી 700 રૂપિયા વચ્ચે છે. દેશમાં કુતરાની કોરોના વેક્સિનની માંગ 15 થી 20 ગણી વધી ગઇ છે.