Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ગેંગરેપ: યુવતીનું મૃત્યુ: રાત્રે જ અંતિમ સંસ્કાર કરાયા

લખનૌ, હાથરસમાં ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો  બનાવ બન્યો છે.  યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિત  જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની ઘટના સામે આવી છે. હાથરસ  ગેંગરેપ મામલે પીડિતાની ચિતાની આગ હજુ ઠંડી નથી પડી ત્યાં ઉત્તર પ્રદેશમાં જ આવો એક બીજો માનવતાને શર્મસાર કરતો બનાવ બન્યો છે. યુપીના બલરામપુરમાં 22 વર્ષની અનુસૂચિન જાતિની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને તેની સાથે રેપની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ યુવતીને નશીલો પદાર્થ ખવડાવીને હેવાનોએ તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. એટલું જ નહીં હેવાનોએ વિદ્યાર્થીનીની હાલત સાંજે ગંભીર થઈ જતા રિક્ષામાં લાદીને તેના ઘરે મોકલી લીધી. ગણતરીના કલાકો બાદ યુવતીનું મૃત્યુ થઈ ગયું. મામલો બલરામપુરના ગેસડી પોલીસ સ્ટેશનની હદનો છે.  યુવતીના પરિજનોનું કહેવું છે કે 22 વર્ષની યુવતી 29 સપ્ટેમ્બરે સવારે લગભગ 10 વાગે બીકોમમાં એડમિશન  કરાવવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ જ્યારે સાંજે લગભગ 5 વાગે પણ ઘરે પાછી ન ફરી તો તેની શોધખોળ શરૂ કરવામાં આવી.

લગભગ સાંજે 7 વાગે યુવતી એક રિક્ષામાં ખરાબ હાલતમાં ઘરે પહોંચી. તેની આ હાલત જોઈને ઘરવાળાઓએ તેની પૂછપરછ કરી તો તે દર્દથી કણસવા લાગી હતી. ગામના બે ડોક્ટરોને બતાવ્યા બાદ જેવી યુવતીને જિલ્લા મુખ્યાલય ખાતે સારવાર કરાવવા માટે ઘરવાળા ગામની બહાર નીકળ્યા કે થોડી આગળ પહોંચતા જ યુવતીનું મૃત્યુ થઈ ગયું.

એસપી દેવરંજન વર્માએ કહ્યું કે, ગૈંસડી બજારમાં બે યુવક પીડિતાની સારવાર કરાવવા માટે ડૉક્ટરને બોલાવીને લાવ્યા હતા. તે બંને યુવકોએ યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું અને તેની હાલત ખરાબ થતાં રિક્ષાથી તેના ઘરે મોકલી દીધી.  એસપીએ કહ્યું કે પીડિતાના ભાઈની ફરિયાદના આધારે કેસ નોંધી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.  આ દરમિયાન પોસ્ટમોર્ટમ બાદ મોડી રાત્રે પીડીતાના મૃતદેહને તેના ગામમાં લઈ જવામાં આવ્યો જ્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. મોડી રાત્રે જ પીડિતાના દેહના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.