ઉત્તર પ્રદેશના રાજકીય ધર્મના ઉતરદાયિત્વ પર નહીં પરંતુ સત્તાની પ્રાદેશિક સાંઠ મારી વચ્ચે ખેલાતા ચૂંટણીજંગમાં લોકશાહી મૂલ્યોનું નિકંદન નીકળશે

એની કોઇ પણ રાજકીય પક્ષોને પણ ચિંતા નથી ત્યારે મજબૂત રાષ્ટ્રીય વિરોધપક્ષ ની અનિવાર્યતા પર મતદારો વિચારશે?
તસવીર ઉત્તર પ્રદેશ વિધાનસભાની છે ડાબી બાજુની ઈનસેટ તસવીર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે તેમણે ફરી પશ્ચિમ બંગાળની જેમ યુપીના સ્ટાર પ્રચારક છે બીજી તસવીર સમાજવાદી પક્ષના અખિલેશ યાદવની છે તેઓ સમાજવાદી પક્ષને સતાપર લગાવવા માટે કિંગ સાથે કિંગમેકર ની ભૂમિકાનિભાવી રહ્યા છે
ત્રીજી તસવીર કોંગ્રેસના ઉત્તર પ્રદેશના બાજીગર શ્રીમતી પ્રિયંકા ગાંધીની છે તેમણે મહિલા પીડિતોને સંગઠિત કરી મહિલાઓના વાચસ્પતિ તરીકે કર્મશીલ મહિલા સભ્યોની ટીમ બનાવી રાજકીય બાજી ગોઠવી છે યુવા- મહિલાઓ ખરેખર અંતરાત્માના અવાજ મુજબ હિંમતથી પોતાનું નસીબ ઘડવા એક થશે તો યુપીમાં રાજકીય સમીકરણ કંઈક નવો સંદેશો લઈને આવી શકે છે!
આ બધા વચ્ચે યુપીમાં એક ફેક્ટર માયાવતીનો છે જે ધારે તો ચૂંટણી સમયે પોતાના મતો ટ્રાન્સફર કરી ગેમ ચેન્જર બની શકે છે આ તમામ શક્યતાઓ વચ્ચે યુપીમાં ચૂંટણીરૂપી મહાભારત ખેલાયું છે!! આ બધા વચ્ચે કૃષિ આંદોલનના નેતા કોઈપણ સંજાેગોમાં ભાજપને સતાપર આવતું રોકવા મેદાને આવ્યા બાદ અને સમાજવાદી પક્ષ ને તેના સાથી પક્ષો ને સમર્થન નો વિચાર કરી પોતાનો અભીપ્રાય પાછો ખેચી લીધો છે
ખરેખર તો ભારતીય કિસાન યુનિયન ને એક જ અવાજે તમામ વિરોધ પક્ષો ને એક મંચ પર લાવવા ની જરૂર હતી કારણ કે ખેડૂત અંદોલન ને તમામ પક્ષો એ સમર્થન આપ્યું હતું જેમ કોંગ્રેસ ની ભૂમિકા મહત્વ ની હતી! દેશ માં અત્યારે રાષ્ટ્રીય કક્ષા ના મજબુત વિરોધપક્ષ ની જરૂર છે
ત્યારે રાષ્ટ્રના તિરંગાની શાન જાળવવા અને ખેડૂત આંદોલન ની સફળતાને ઐતિહાસિક દરજ્જાે અપાવવા દરેક રાજકીય પક્ષો વચ્ચે બેસીને મત વિભાજન રોકવાની ઐતિહાસિક ભૂમિકા અદા કરી હોત તો એ વધુ યોગ્ય દેખાત કારણ કે ખેડૂત આંદોલન માટે ઘણી અસરકારક ભૂમિકા કોંગ્રેસના સાંસદ શ્રી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ની પણ અગ્રેસર ભૂમિકા રહી છે!
ખેડૂત આંદોલન દરમિયાન મહિલા મોરચાએ પણ મહત્વની ભૂમિકા પ્રદાન કરી હોય ત્યારે મહિલા પીડિતોને નો અવાજ બનેલા પ્રિયંકા ગાંધીની ભૂમિકા રાકેશ ટિકેત કઈ રીતે નજર અંદાજ કરી શકે? મુસ્લિમ સમાજ ના કથિત આગેવાન ઓવેસી એ મતો ના ધ્રુવીકરણની રાજનીતિ કથિત રાજકીય સ્થાપિતહિતો ને મદદ રૂપ થવા ખેલી રહ્યા હોવાનો રાજકીય સમાજ માં પ્રબળ મત પ્રવર્તે છે
ત્યારે મુસ્લિમ સમાજ પણ રાષ્ટ્ર હિત માં વ્યાપક રીતે વિચારવાનો સમય આવ્યો છે અને વિશ્વ ના લોકશાહી દેશો નો ઈતિહાસ તપાસી એ તો દેશ ખરેખર ત્યારે પ્રગતિ કરી શકે દેશ પ્રાદેશિક પક્ષો થી ચાલતો ના હોય પણ બે રાષ્ટ્રીય કક્ષા ના પક્ષો થી ચાલતો હોય જેમ કે અમેરિકા માં ડેમોક્રેટિક પક્ષ અને રિપબ્લિક પક્ષ છે બ્રિટન માં રૂઢીચુસ્ત પક્ષ અને સમાજવાદી પક્ષ છે જ્યાં સુધી તમામ વિરોધપક્ષ એક થઇ ને રાષ્ટ્ર નો વિચાર નહિ કરે ત્યાં સુધી તેઓ ભાજપ ને હરાવી શકશે ??!
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
‘સાચો ઇતિહાસ તો ફક્ત આઝાદ દેશમાં લખી શકાય’- વોલ્તેર
વોલતેરે નામના વિચારકે કહ્યું છે કે ‘‘સાચો ઇતિહાસ માત્ર આઝાદ દેશમાં જ લખી શકાય”!! જ્યારે ઓ ડબ્લ્યુ હોમ્સે કહ્યું છે કે ‘એ મહત્વનું નથી કે આપણે ક્યાં છીએ પણ મહત્વની વાત તો એ છે કે આપણે કઈ દિશામાં પ્રગતિ કરીએ છીએ’’!! ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો જંગ જામતો જાય છે
સમાજવાદી પક્ષ સપા જ્ઞાતિવાદી અને જાતિવાદી સમીકરણ તરફ ચૂંટણી નો લક્ષ બનાવ્યું છે ભારતીય જનતા પક્ષ (ભાજપ) ધાર્મિક જાતિવાદી સમીકરણ પર સાંપ્રદાયિકતા ને આગળ ધરી રાજકીય બાજી ગોઠવી રહ્યું છે! તો કોંગ્રેસે મહિલા યુવા કાર્ડ પર રાજકીય દાવ લગાવ્યો છે!
‘લડકી હું તો લડ સકતી હું’!! આ તમામ મુદ્દા વચ્ચે ઉત્તર પ્રદેશના સૌથી મોટી સમસ્યા હોય તો તે મહિલાઓની દયનીય પરિસ્થિતિ ની છે આ તમામ સમીકરણો વચ્ચે વિરોધ પક્ષો એક થાય તો ભાજપ ની રથયાત્રા ઘરે આવી શકે છે છતાં સમાજવાદી પક્ષ સારી ટક્કર લેશે તેવી સ્થિતિ વચ્ચે જંગ શરૂ થયો હોવાનું કહેવાય છે.