ઉત્તર પ્રદેશમાં એક વર્ષમાં બેકારી બમણી થઇ ગઇ
લખનઉ, એક તરફ કોરોના વાઇરસ અને બીજી બાજુ હાથરસ તથા બલરામપુર જેવા બનાવો- યોગી આદિત્યનાથની સરકારની મુશ્કેલીઓ સતત વધી રહી જણાતી હતી. રાજ્યના શ્રમ મંત્ર્યાલયે રજૂ કરેલા આંકડા મુજબ 2018-19માં હતી એના કરતાં 2019-20માં બેકારી બમણી થઇ ગઇ હતી.
રાજ્ય વિધાનસભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુએ પૂછેલા સવાલના જવાબમાં શ્રમ વિભાગે આંકડા રજૂ કર્યા હતા. હવે વધી રહેલી બેકારીના મુદ્દે હોબાળો થવાની શક્યતા નકારી કઢાતી નથી.
ઉત્તર પ્રદેશના શ્રમ મંત્ર્યાલયે સેન્ટર ફોર મોનિટરીંગ ઑફ ઇકોનોમિક એક્ટિવિટીઝ ((CMIE)ના આંકડા રજૂ કર્યા હતા. CMIEના આંકડા મુજબ 2018માં ઉત્તર પ્રદેશમાં બેકારી 5.0 ટકા હતી. 2019માં એ વધીને 9.97 ટકા જેટલી થઇ ગઇ હતી. એટલે કે એક વર્ષમાં બેકારી લગભગ બમણી થઇ ગઇ હતી. આ આંકડા ચોંકાવનારા એટલા માટે ગણાય કે 2019માં તો કોરોનાનું નામનિશાન નહોતું. તો બેકારી વધવાનું કારણ શું એ સ્પષ્ટ થયું નહોતું.