Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશમાં કાર ટ્રક સાથે ટકરાતાં સુરતના છનાં મોત

લખનૌ, ભારતમાં કોરોના વાયરસની પહેલી લહેર દરમિયાન લાગુ કરાયેલા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન ભારતમાં કોરોના સામે લડાઈ ચાલી રહી હતી તો બીજી તરફ રોડ અકસ્માત લગભગ શૂન્ય થઈ ગયા હતા. જાેકે, ફરી એકવાર દેશમાં રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે સવારે ઉત્તરપ્રદેશમાં સર્જાયેલા અકસ્માતે સૌ કોઈને હચમચાવી દીધા છે.

અયોધ્યા-લખનૌ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના ૬ લોકોના મોત થઈ ગયા છે. આ પરિવાર કારમાં જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો જેમાં ૬ના મોત થઈ ગયા હતા. બનાવની જાણ થતા પોલીસના કાફલાએ ઘટના સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી છે.

એક જ પરિવારના ૬ સભ્યોના મોતની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. યુપીમાં બનેલી ઘટના સાથે ગુજરાતનું પણ કનેક્શન સામે આવ્યું છે.

આ અકસ્માત અયોધ્યા-લખનૌ હાઈવે પર બારાબંકી જિલ્લાના નારાણયણપુરમાં બન્યો હતો. અકસ્માતમાં કાર ટ્રક સાથે અથડાયા બાદ ભૂક્કો બોલી ગઈ હતી. અકસ્માત એવો સર્જાયો હતો કે તેમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે બચાવ ટીમે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તસવીરમાં જાેઈ શકાય છે કે આખી કારનો આગળનો ભાગ ભૂક્કો બોલી ગયો હતો.

બારાબંકીના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ પૂર્ણેન્દુ સિંઘ જણાવે છે કે, આ અકસ્માતની ઘટના વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ કાર લખનૌથી અયોઘ્યા તરફ જઈ રહી હતી ત્યારે બની હતી. જેમાં સ્ટેશનરી ટ્રક રસ્તાની વચ્ચોવચ્ચ પાર્ક કરવામાં આવી હતી અને તેમાં સ્પીડમાં આવી રહેલી કાર અથડાઈ હતી. આ કારણે કારમાં સવાર ૬ વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા.

આ અકસ્માતમાં અજય કુમાર યાદવ નામની વ્યક્તિ કાર ચલાવી રહી હતી, અજય કુમાર વર્મા (૩૪) સહિત આ અકસ્માતમાં અજય કુમારના ભાઈ રામ જન્મ (૨૮), અજય કુમારના પત્ની, સપના (૨૮) તથા તેમના બે દીકરા આર્યન (૮) અને યશ (૧૦)ના મોત થઈ ગયા હતા.
સ્થાનિક દ્વારા આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને આ ઘટના અંગે માલુમ પડતા તાત્કાલિક ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી, જેમાં ઘાયલોને તાત્કાલિક રામ સનેહી ઘાટના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, અજય કુમાર વર્મા સુરતના વેપારી છે અને તેઓ પોતાના પરિવાર સાથે ઘરે આવી રહ્યા હતા અને તે દરમિયાન તેમનો આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.