ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતા આત્મારામ તોમરની હત્યા

બાગપત, ઉત્તર પ્રદેશના બાગપતમાં ભાજપના નેતાની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ભાજપના નેતા આત્મારામ તોમરનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. આત્મારામ તોમરનો મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો છે.
પોલીસે મૃતદેહને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે.
છપરૌલી વિધાનસભાથી ભાજપની ટિકિટ પર લડી ચૂંટણીઆત્મારામ તોમર જનતા વૈદિક કોલેજના આચાર્ય પણ રહી ચૂક્યા છે. તેમણે ૧૯૯૩ ની ચૂંટણી છપરૌલી વિધાનસભાથી ભાજપની ટિકિટ પર લડી હતી અને ૧૯૯૭ માં તેઓ ભાજપના પ્રધાન હતા.SSS