ઉત્તર પ્રદેશમાં ભાજપ ૩૦૦ બેઠકો જીતી સરકાર બનાવશે: અમિત શાહ

નવીદિલ્હી, ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત બીજેપીની સરકાર બનવા જઈ રહી છે. તેમણે એવું પણ જણાવ્યું કે તેમની પાર્ટીને ફરી એક વખત ૩૦૦થી વધુ સીટો પર જીત મળશે. એક ખાનગી ટીવીના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જાેશી સાથે વાતચીત કરતા શાહે જણાવ્યું કે, આ વખતે યુપીમાં કાનૂન વ્યવસ્થા સૌથી મોટો મુદ્દો છે.
તેમણે કહ્યું કે બીજેપીએ એડમિનિસ્ટ્રેશનમાં મોટું પરિવર્તન લાવ્યું છે. શાહના મતે પાછલી સરકારો જાતિવાદના આધારે ચાલતી હતી, પરંતુ હવે એવું નથી થતું. આ આખો ઇન્ટરવ્યૂ તમે આજે સાંજે ન્યુઝ૧૮ નેટવર્કની દરેક ચેનલ પર જાેઈ શકશો. વાતચીતના મુખ્ય અંશો પર એક નજર.
હું આખા ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરીને તમારી સામે બેઠો છું. યુપીમાં મોટી બહુમતી સાથે ભાજપની સરકાર બનશે. યોગીજીના નેતૃત્વમાં જનતાનું મન જીતવામાં અમે સફળ રહ્યા છીએ. વિજયની બાઉન્ડ્રી બીજેપી માટે જનતા લગાવશે.
ઘણી વખત પર્સેપ્શન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. બધા સર્વે કરનારા તેમની વિશ્વસનીયતા ઉમેરે છે. સર્વેમાં જનતા જે કહે છે તે સાચું હોય એવું જરૂરી નથી. અમે ૩૦૦થી વધુ સીટો જીતવા જઈ રહ્યા છીએ.
છેલ્લી ૩ ચૂંટણીથી યુપીની જનતા બીજેપી સાથે છે. અમારો સૌથી મોટો મુદ્દો લૉ એન્ડ ઑર્ડર, ગરીબ કલ્યાણ અને લોકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો છે. ભાજપે વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉની સરકારો જાતિવાદના આધારે ચાલી. અગાઉની સરકારોમાં જાતિઓનું કામ થતું હતું. પરંતુ હવે ચીજાે બદલાઈ ગઈ છે. હવે દરેક માટે કામ થઈ રહ્યું છે.
પહેલા એફઆઇઆર થતી ન હતી, હવે એફઆઇઆર થાય છે. એસપી સરકારમાં એક ધર્મ વિશેષને છૂટ મળી હતી. મેરઠમાંથી લોકોને હિજરત કરવાની ફરજ પડી હતી. લોકોની કરોડોની જમીન પર ગુંડાઓ કબજાે કરી બેઠાં હતા.
યોગી સરકારમાં લૂંટમાં ૭૨% ઘટાડો થયો છે. લૂંટમાં ૬૨%, રેપમાં ૫૦% ઘટાડો થયો છે. આઝમ, અતીક અહેમદ, મુખ્તાર એકસાથે જેલમાં છે. જેઓ પરેશાન કરતા હતા તેઓ આજે જેલના રોટલા તોડી રહ્યા છે. એક પણ જિલ્લામાં બાહુબલી નથી, પહેલા દરેક જિલ્લામાં માફિયા જાેવા મળતા હતા. ૨૦૦૦ કરોડની સંપત્તિ માફિયાઓ પાસેથી છોડાવવામાં આવી.HS