ઉત્તર પ્રદેશમાં મધ્યાહન ભોજનમાં ઉંદર નીકળ્યો, નવ બાળકો બીમાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/12/UP1.jpg)
મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં મીઠાની રોટલી, સોનભદ્રમાં 1 લિટર દૂધમાં ડોલ ભરીને પાણી ભેળવીને બાળકોને પિરસવાના મામલો હજી શાંત થયો નથી કે મુઝફ્ફરનગરમાં મધ્યાહન ભોજનમાં મરેલો ઉંદર મળતા હંડકંપ મચી ગઈ છે. એટલું જ નહીં મધ્યાહન ભોજન ખાનાર નવ બાળકો બીમાર પડ્યા હતા. આ ઘટના મુસ્તફાબાદના પંચેડા સ્થિત જનતા ઇન્ટર કોલેજની છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યાહન ભોજનના મેન્યૂમાં દાળભાત બન્યા હતા. બપોરે બાળકોને ખાવાનું પિરસાયું હતું. આ દાળભાત ખાધા પછી બાળકોની તબીયત બગડી હતી. ત્યારબાદ તરત જ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ખાવાની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી મૃત ઉંદર મળ્યો હતો. આ મધ્યાહન ભોજન હાપુડની એક સંસ્થા જન કલ્યાણ સેવા સમિતિ દ્વારા સ્કૂલમાં લાવવામાં આવતું હતું. આ ઘટના મુસ્તફાબાદ પચેંડા સ્થિત જનતા ઇન્ટર કોલેજની છે.
જ્યાં બાળકોને મધ્યાહન ભોજન પિરસાયું હતું. ખાવાનું ખાધા પછી બાળકોની તબીયત લથડી હતી. બાળકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવાાં આવ્યા હતા. મધ્યાહન ભોજનની ઝિણવટ પૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ભોજનમાંથી મરેલો ઉંદર મળ્યો હતો. આજના મેન્યૂમાં દાળભાગ બનાવ્યા હતા. આ જ દાળભાતમાં ઉંદર પણ રંધાઈ ગયો હતો.જિલ્લા અધિકારી સેલ્વા કુમારીના આદેશ બાદ બીએસએ અને એસડીએમ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. જોકે, આખી ઘટનામાં બેદરકાર કર્મચારીઓ સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી થઈ નથી. અધિકારીઓ તપાસની વાત કરીને હાથ ઊંચા કરી દે છે.