ઉત્તર પ્રદેશમાં માસ્ક નહીં પહેરવાની બાબતે યુવકના હાથ-પગમાં ખીલ્લીઓ ખોંસી
લખનૌ: કોરોના કાળમાં ઉત્તર પ્રદેશ પોલીસનો ભયાનક ચહેરો લોકો સમક્ષ આવ્યો છે. પોલીસે કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવવા માટે ર્નિદયતાની તમામ હદ વટાવી દીધી છે. બરેલીના પોલીસ સ્ટેશન બારાદરીના જાેગી નવાડામાં પોલીસે માસ્ક ન પહેરનાર એક યુવકના હાથ અને પગમાં ખીલ્લી ખોંસી દીધી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. ત્યાંજ રાયબરેલીમાં ૫ યુવકોને આખી રાત પોલીસ સ્ટેશનમાં ઢોર માર માર્યો હોવાનો કિસ્સો પણ ચર્ચામાં આવ્યો હતો અને મઉમાં એક યુવકને મારતા-મારતા પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો.
બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રંજીતના હાથ અને પગમાં ખીલ્લી ખોંસેલી જાેવા મળી હતી. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે રાતે ઘરની બહાર બેઠો હતો ત્યારે પોલીસની ટૂકડી આવી અને તેને સ્ટેશને લઇ ગઇ હતી. પોલીસે રંજીતના હાથ-પગમાં ખીલ્લીઓ ખોંસી હોવાનો આક્ષેપ પણ પરિવારના સભ્યોએ લગાવ્યો હતો.
રંજીતની માતા શીલા દેવીએ પણ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જાેકે, એસએસપી રોહિત સજવાણે તમામ આક્ષેપની ખંડણી કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે યુવકે ૨૪ મેના રોજ પોલીસ સાથે અભદ્રતા કરી હતી. માસ્ક પહેર્યા વગર બહાર ફરી રહ્યો હતો. એના વિરૂદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી, ધરપકડ ન થાય એટલે આ યુવક વ્યૂહરચના ઘડી રહ્યો છે